________________
@000720
ગયા, તે ઉપરથી ઉપસ્થિત શ્રાવકોને કહ્યું કે—
66
“હવે ટૂંક સમયમાં મા શરીર છૂટી જાય તેમ લાગે છે” પછી તેએ વિહારક્રમે શ્રી શ ંખેશ્વર તીથૅ યાત્રાર્થે પધારી પાછા વળતાં મુજપુરમાં ચૈત્રવદ પાંચમ દિને પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. આદિ શિષ્યાને વિવેકપૂર્વક શાસ્ત્રીય રીતે સંયમી-જીવન ગાળવા અને આગમની શુદ્ધ મર્યાદા જાળવવાની પાકી ભલામણ કરી શ્રીનમસ્કાર-મહામ`ત્રના જાપ સાથે સમાધિ પૂર્ણાંક કાળધમ પામ્યા.
આવા મહાધુર ંધર, પાનિષ્ઠ, આદત્યાગી, તપસ્વી, વિશુદ્ધ-સયમી પુણ્યાત્માની ત્રીજી પેઢીએ પૂ. ચરિત્રનાયકશ્રી વૃજ્યશ્રીના વિશિષ્ટ-ગુણેાની છાયા મેળવી વતમાનકાળના આરાધક જીવા માટે. આદશ –પ્રેરણાદાયી–મહાપુરૂષ નીવડયા. પૂ. મુનિશ્રી રવિસાગર મ.
ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર પરમાત્માના અદ્વિતીય–અલૌકિક શાસનના વારસાને સર્વાંગસમૃદ્ધપણે જાળવી સૂર્યની જેમ ઝળહળી રહેલ શ્રી તપાગચ્છની પરંપરામાં સાગર—શાખાના વિશિષ્ટ-ત્યાગી પ્રભાવશાળી પુરૂષ તરીકેની ખ્યાતિ પામેલ આ મહાપુરૂષના જન્મ વિ. સ. ૧૮૭૬માં પાલી મારવાડમાં રઘુનાથભાઈ નામના શ્રાવકને ત્યાં શ્રી માણકારબહેનની પવિત્ર કુક્ષિથી થયેલ. તેઓશ્રીનું સ ંસારી નામ રવચંદજી હતું.
માતા-પિતાએ પ્રથમ સંતાન તરીકે રવચ ંદને ખૂબ હેતથી લાડમાં ઉછેરેલ. સાત-આઠ વર્ષની ઉંમરે ગામડી-શાળાનાં મહેતાજી પાસે વ્યાવારિક-શિક્ષણ, ભાષા-જ્ઞાન, ગણિત વગેરેનુ મેળવ્યું. સાથે જ માતા-પિતાની દેખરેખ તળે સામાયિક-પ્રતિક્રમણાદિકના સૂત્રો શીખી દેવદશ ન, પ્રભુ પૂજા આદિમાં પણ કુશળતા મેળવી.
પંદર-સાળ વર્ષની વયે પૈતૃક–શાહુકારીના વ્યવસાયમાં દક્ષતાપૂર્વક જોડાયા, ખાનદાન ઘરની કુલીન કન્યા સાથે લગ્ન પણ થયાં.
રવચ'દભાઈના માતા-પિતા પૂજ્યશ્રી નેમિસાગરજી મ.ના પરિચિત હોઈ તેમાં ધર્મ-સંસ્કારો સારા હતા, એટલે ચંદુને વ્યવસાય ભળાવી તે ધર્મધ્યાનમાં મગ્ન રહેવા
લાગ્યા.
પણ રવચંદુભાઈને એમ લાગ્યું કે આ ક્ષેત્ર દ્રવ્યથી-વ્યવસાયમાં વધુ સફળતા અપાવે તેવું નથી, તેમજ ભાવથી-કોઈ સંવેગી-સાધુ ભગવંતના દર્શીન, વંદન કે વીતરાગ–પ્રભુની વાણીના શ્રવણની કોઈ તક મેળવી આપે તેવુ નથી, તેથી વ્યવસાય સાથે વિશિષ્ટ રીતે આત્મકલ્યાણ સાધી શકવાના ઈરાદે માતા-પિતા અને પત્નીને સાથે લઇ શુભ મુહૂતે રવચંદભાઈ
O
G+
333
0 G F G
બ