________________
-
W BUDVELDE
શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈની માતા શ્રી. હરકેર શેઠાણી પણ ગુણાનુરાગથી વિશુદ્ધ સંયમી તરીકે પૂજ્યશ્રી તરફ અંતરથી ભક્તિવાળાં બન્યાં હતાં,
પૂજ્યશ્રીના વિશુદ્ધ નિર્મળ સંયમ પાલનની તેજસ્વી છાયા તળે પાલનપુર, મહેસાણું, પ્રાંતિજ, ઈડર, વડાલી, વડનગર, ઉંઝા, વિસનગર, ખેરાળુ, ચાણુરમા, પાટણ, વિજાપુર, માણસા, પેથાપુર, અમદાવાદ, વિરમગામ, ગોધાવી, સાણંદ, માંડલ, રાધનપુર, વસો, રામપુરા, સમી, મુંજપુર, પાટડી, ભાવનગર, પાલીતણા, ઘેઘા આદિ ગામના સંપ અપૂર્વ-કેટિની ધર્મજાગૃતિ મેળવી શકયા હતા.
પૂજ્યશ્રીના કડક આચારપાલન અને સચોટ-ઉપદેશથી તે વખતના શ્રીપૂ-યતિઓએ પિતાના વારસા-હકકના ધોરણે પૂજ્યશ્રીની પ્રરૂપણ અને આચરણાને ખોટી ઠરાવવા ઝુંબેશ ચલાવેલી.
અમદાવાદ શ્રીસંઘમાં ભારે સંઘર્ષ ઉભે થયેલ, યતિવર્ગે શાસ્ત્ર પાઠોના હથિયારો સજી જમ્બર આક્રમણ કરેલ, તે વખતે પણ પૂજ્યશ્રીએ અડગપણે, ગંભીરતાથી, ગીતાર્થપણાને અનુસરતા જડબાતોડ ખુલાસા કરી બધાની બોલતી બંધ કરેલ,
તેમ છતાં લોકોમાં વિચાર-સંઘર્ષ યતિઓ તરફથી ચાલુ હતી, જેથી અમદાવાદમાં લગભગ બે પક્ષનું નિર્માણ થઈ ગયેલ.
આ દરમ્યાન શેઠશ્રી હઠીભાઈની વાડીમાં ચિદાનંદ-સ્વરોદયના કર્તા પૂ. મુનિશ્રી કપુરવિજયજી મ. પધારેલા.
તે વખતે બંને પક્ષના કેટલાક સમજુ ગણાતા વગે, તેમજ કેટલાક કુતૂહલવર્ગે સમૂહરૂપે ભેગા થઈ વાડીમાં મોટે ભાગે ધ્યાનસ્થ રહેતા પૂ. મુનિશ્રી કપુરાવજયજી મ. ને પૂછ્યું કેપૂ. શ્રી. નેમિસાગરજી મ. કહે છે, આચરે છે, તે બાબત અને શ્રીપૂ જે કહે છે તે બાબત આપનું શું મંતવ્ય છે ?”
પૂ. શ્રી. કપુરવિજયજી મ. શ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહેલ કે “પૂ. શ્રી નેમિસાગરજી મ. જે કહી રહ્યા છે, તથા આચરી રહ્યા છે, તે શાસ્ત્રસંમત અને અથાર્થ છે. શ્રીપૂ–પતિઓ જે કહે છે, તે અસાર છે, કાળબળથી ઉપજેલ શિથિલાચારને ઢાંક છે માટેનાં ફાંફાં છે.”
આ સાંભળી યતિવર્ગની તરફેણ કરનારાની સંખ્યા ઘટી ગઈ અને અમદાવાદમાં સંવેગીસાધુઓની પ્રતિષ્ઠામાં અનેરો વધારો થયે.
આવા મહા શાસનપ્રભાવક-વિશુદ્ધ સંયમી અને શુદ્ધ માર્ગ પ્રરૂપક પૂ. શ્રી. નેમિસાગરજી મ. પેથાપુરમાં વિ. સં. ૧૯૧૩ની ચોમાસીના વ્યાખ્યાનમાં અનુપગથી કાંઈક ભળતું બેલી
.