________________
BÄUDUJEMRE.
ત્રણ વર્ષ ત્યાં રહી ન્યાયશાસ્ત્રનું ગહન અધ્યયન કર્યું, પછી વિહાર કરી નાડલાઈ (રાજ.)માં બિરાજતા પૂ. ગુરૂદેવ શ્રી પૂ. આ. શ્રી વિજયદાન–સૂરીશ્વરજી મ. પાસે શ્રી હરિહર્ષજી અને શ્રી રાજવિમલજી વહેલા પહોંચી ગયા, પૂ. શ્રી ધર્મસાગરજી મ. વ્યવહાર–ચતુરતાથી જાણ– જોઈને પાછળ શેકાઈ રહ્યા.
પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વર ભગવંતે ઉત્સુકતાથી પૂછ્યું કે- “ શ્રી ધર્મસાગરજી કયાં ?શ્રી રાજવિમલજીએ કહ્યું કે–તેઓ પાછળ છે, ૧, છી આવશે.” પૂ. આ. શ્રીએ કહ્યું કે
એ બરાબર નથી.” એટલે પૂ. આ. શ્રીની સંમતિથી શ્રીહીરહર્ષજીએ પત્ર લખી પૂ. શ્રી ધર્મસાગરજી મ.ને તેડાવ્યા.
એટલે શ્રી સિંહવિમળાજી સાથે પૂ. શ્રી ધર્મસાગરજી મ. શ્રીએ નાડલાઈ તરફ વિહાર કર્યો. પાંચ ગાઉ ઉપરના છેલ્લા ગામથી વિહાર કરતાં દુર્ગાના સ્વરકુન થયાં, તેને શુભ માની બને આગળ વધ્યા, એટલામાં શકુન શાસ્ત્રના જાણકાર ભાઈએ કહ્યું કે- “મહારાજ, તમારા બેમાંથી જે મોટા છે, તેમને ગુરૂ મહારાજ ખૂબ આદરપૂર્વક સારી પદવીથી નવાજશે. અને બીજા નાના--મહારાજનું અપમાન થશે.” એમ આ દુર્ગા (દેવે ચકલીપિતાના વિશિષ્ટ સૂરે દ્વારા જણાવે છે.
નાડલાઈ પહોંચ્યા પછી પૂ. શ્રી ધર્મસાગરજી મ. અને સિંહવિમલજી પૂ. આ. શ્રીને વંદન કરવા માંડયા, ત્યારે સિંહવિમલજીને પૂ. આચાર્ય વંદન માટે રોક્યા, છેવટે શ્રી સંઘ અને પૂ. ધર્મસાગરજી મ.ના અનુનયથી વંદન માટે છૂટ આપી.
ત્યાર પછી પૂ. આચાર્યદેવ સકળ સંઘ સાથે વાજતે-ગાજતે દહેરાસર પધાર્યા. ત્યાં શુભ મુહૂર્ત જાણી પુષ્ય નક્ષત્રના ઉત્તમ ભેગે પૂ. શ્રી ધર્મ સાગર છ મ., પૂ. શ્રી હરિહર્ષજી મ., પૂ. શ્રી રાજવિમલજી મ.ને ઉપાધ્યાય પદવી વિ. સં. ૧૬૦૮ મહા સુદ પાંચમના વિજય મુહૂતે આપી.
પછી શ્રીસંઘની વિનંતિથી યોગ્ય શિષ્યને આચાર્ય પ.વી આપવાની વાત ઉપસ્થિત થતાં પૂ. આચાર્યદેવશ્રીની પિતાની ઈચ્છા રાજવિમલજીને આચાર પદ દેવાની છતાં શુદ્ધ, ક્રિયાનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગર મ.ની સલાહ લીધી, કે “આચાર્ય પદ કેને આપશું? તમને શું લાગે છે?'
એટલે પરમ ગંભીર, શાસ્ત્રદષ્ટિવાળા ગીતાર્થ ભગવંત પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શાસન અને સંઘના અધિનાયક થવાની ચેગ્યતા પૂ. ઉપા. હીરહર્ષજીમાં વધુ હોવાનું જણાવી આચાર્ય-પદવી માટે તેમનું નામ ભારપૂર્વક સૂચવ્યું. જા' ગ મ 8