________________
STUDŽVE HRS
મિનીટ પછીના મંગલકારી વિજય મુહૂને સઘળા નિદ્રાધીન થયા પછી સાત નવકાર ગણી ઉપડતાસૂરે શાસનદેવની જય બોલવા સાથે ઉત્સાહભેર ઘરેથી નિકળ્યા.
ઉભી-બજારે સો પડેલ, શહેરને ફરતા કોટના દરવાજા બંધ થયેલ, કોટવાળના ચોકીદારે આલબેલ પોકારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
ધર્મની મંગળ–લાગણીવાળા શંકરભાઈએ શહેરના દરવાજા ખોલાવવા જતાં વાત કુટી જવાના ડરથી શહેરમાંથી વરસાદના પાણીના નિકાસ અર્થે પ્રાચીન સમયની મોટી ખાળ-(કે જેમાંથી બેસીને માણસ સુખેથી પસાર થઈ શકે) ના રસ્તે શહેર બહાર નીકળી જવાનું પસંદ કર્યું, તેમ કરવા જતાં દુર્ગધને ત્રાસ તેમજ કપડા બગડવાનો સંભવ છતાં સંસારના ભયંકર કીચડમાંથી બહાર નિકળવાના પ્રતીકરૂપે વરસાદના પાણીના બુગદામાંથી પસાર થવાની પ્રક્રિયાને હરખભેર વધાવી લીધી.
આ ટાણે સંયમગ્રહણ અને ચારિત્ર-પ્રાપ્તિના અનેરા ધર્મો લાહભર્યા આનંદની લાગણીની છેળામાં ખૂબ જ ભાવાવેશમાં મસ્ત બની ગયેલ. પૂ. ચરિત્રનાય શ્રીને પોતાની કાયા નાની હાઈ નિકળવામાં ખાસ તકલીફ પડી નહીં, માત્ર અવ્યવસ્થિત નાળાની ઊંચી-નીચી કીચડ-માટી, કચરા આદિથી ત્રાસદાયક કેડી પર થઈને અંધારી રાતે શંકરભાઈ સમય–સૂચકતા વાપરી સાથે લીધેલ મીણબત્તીના ઝાંખા અજવાળે સાચવી-સાચવીને શંકરભાઇ ની પાછળ ધીમા સાવચેતી-ભર્યા પગલાંથી પસાર થતાં વીતેલી દશ મિનિટ જાણે હકીકતમાં ખરેખર પાંચ ઈન્દ્રિયે, ચાર કષાય અને મનના પાયા પર ગોઠવાયેલ સંસારની પકડમાંથી છૂટવાની સફળ મથામણ કરી રહ્યા અને આનંદ અનુભવી હેમખેમ કપડવંજ શહેરની બહાર મહેર નદીમાં થઈને આડ રસ્તેથી મુખ્ય માર્ગ પર આવી પહોંચ્યા
જ્યાં પૂર્વ જના પ્રમાણે વિશ્વાસુ ભગાજી નામને સાંઢાનીવાળો સુંદર બે બેઠક ગોઠવીને તયાર ઉભે હતો, ત્યાં શંકરભાઈની આંગળીએ પૂ. ચરિત્રનાયકી પહેચા.
ઈશારાથી ગૂપચૂપપણે જરાય અવાજ વિના સાંઢણીને નીચે બેસાડી ત્રણ નવકાર ગણવા સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને સવારની પાછળ બેસાડી પોતે પણ સાત નવ ર ગણી. “ન કર જન્ચાર ફિર તુતિ તાત! જાતિ” “હરિને ભજતાં હજી કેઈની લાજ ગઈ નથી જાણી રે” “સત્યને પક્ષે દેવે પણ હાજરાહજુર છે ” આદિ લેકેતિ પ્રમાણે શંકરભાઈએ હિંમતભેર જીવનને ધન્ય બનાવનાર સંયમના પંથે પૂ. ચરિત્રનાયકશ્રીને વળાવવાનું સૌભાગ્ય પિતાને સાંપડયું છે, તે કસ્તુરીની દલાલીમા ગુમાવવાનું શું ? એમ કરી હિંમતથી શાસનદેવને જય બોલાવવા સાથે ઈશારાથી ભગાભા સાંઢણીને આગળ ધપાવવા સૂચના કરી.
આ ગામો
છે હીર કથક