________________
MSHAMBUTEURS
પૂ. બાપુજીને તે પત્ર વંચાવી ગ્ય માર્ગદર્શન મેળવ્યું, “શુમä શીધ્ર” ન્યાયે પૂ. બાપુજીની સલાહ પ્રમાણે તાત્કાલિક તૈયારી કરી.
મગનભાઈએ દીર્ધદષ્ટિ વાપરી પિતે સાથે ન જતાં પિતાના ધર્મમિત્ર અને પૂ. ઝવેરસાગરજી મ. ના ગાઢ પરિચયમાં આવેલ ભાઈ શ્રી શંકરલાલ વીરચંદભાઈને એકાંતમાં બોલાવી પૂજ્યશ્રીનો પત્ર વંચાવી સમયસૂચકતા વાપરી “તમારે અજ્ઞાત રીતે અહીંથી આજે જ રાત્રે પૂ ચરિત્રનાયકથીને લઈ પૂ ગુરૂદેવશ્રીની સેવામાં સત્વર પહોંચી જવા માટેની પ્રેરણા કરી*
શંકરલાલ વીરચંદ એટલે કપડવંજ શ્રીસંઘમાં માતબર, ચુસ્ત-ધાર્મિક અને પ્રભુશાસનના અવિહડ અનુરાગી તત્વ-દષ્ટિવાળા, વર્ષોથી ત્યાગી–સાધુભગવંતના પરિચયમાં રહી પૂ. ઝવેરસાગરજી મ. ના વિશેષ સંપર્કમાં રહેનાર સુશ્રાવક હતા.૪
* મળી આવેલ પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી નીચે પત્ર શ્રાદ્ધરત્ન શ્રી શંકરલાલ વીરચંદ જેવા પુણ્યાત્માના હૈયાનું સ્પષ્ટ ચિત્ર પુરું પાડે છે.
આવા તો પત્રો બીજા અનેક છે. જેમાંના કેટલાક મગનભાઈના, કપડવંજ-શ્રી સંધના અને બીજી વ્યક્તિઓ સાથેના સંયુકત પત્રોમાં લખાણ રૂપે છે, પણ તે બધામાં સૌ મહત્તવનો આ પત્ર છે, કેમ કે આમાં શંકરભાઈએ તcવજ્ઞાનની જિજ્ઞાસાની તૃપ્તિ માટે ઉત્કટ તમન્ના દર્શાવી છે.
આ પત્ર કપડવંજના અગ્રગણ્ય શ્રી મગનલાલ ભાઇચંદ, શ્રી શંકરલાલ પાનાચંદ, શ્રી મનસુખભાઇ હીરાનંદ, શ્રી લાલજી......મલજી, શ્રી દલસુખભાઈ કે ચંદ, શ્રી કુબેરદાસ પ્રભુદાસ શ્રી ધરમચ....... ગાંધી કરમચંદ......... આદિ શ્રાવકેએ સંયુકતપણે લખેલ મોટો પત્ર છે, જેમાં અનેક તાવિક – ધાર્મિક બાબતે ગુંથાયેલ છે
જેની કે આખી અક્ષરથઃ નકલ પરિશિષ્ટમાં આપી છે. તેમાં શંકરલાલ વીરચંદભાઈએ સ્વહસ્તાક્ષરમાં નીચેની વિગત જાવી છે.
* * xxxxxx બીજું હારે આપની પાસે ભણવા આવવું છે, તેની સવડ ઉદેપુરમાં બેસશકે ? શી રીતે. .....................મન ખુશી થાય તે પરમાણે લઈને ખાવાપીવાની ............બને તેવું હોય તેવી તજવીજ કરીને મહેરબાની સાથે લખશો. વલી આપનું રહેવું ત્યાં કેટલા વખત સુધી થશે તેને ઉત્તર જણાવશે, એટલે મારે આપની પાસે આવવાની ગોઠવણ કરું ?
વળી આપને ભણાવવાની ફુરસદ મળે તેમ હશે, તે પણ જણાવશે, મારે નવતત્વ વગેરે પ્રકરણ ભણવાના છે, તે જાણવું ને કાગદ પોચેથી તાકીદથી ખુલાસાવાર જવાબ લખશે. એવી આશા રાખું છું. લી. સેવક શંકરલાલ વીરચંદની વંદના વિ. સં. ૧૯૪૩ શ્રાવણ સુદ ૮ મંગળવાર”
આવું જ મહત્વપૂર્ણ લખાણ શંકરભાઈના હાથનું લખેલ શેઠશ્રી મગનલાલ ભાઇચંદ, કરમચંદ વીરચંદભાઈ સાથે લખેલ સંયુકત પત્રમાં નીચે મુજબ મળે છે.
“ xxxxx લી. શંકરલાલ વીરચંદની વંદના, બીજુ આપ જરૂ. ચોમાસા પર અત્રે પધારજો. એવો વિચાર રાખશે, પછી જો આપનું બીજે ઠેકાણે થાય તે પણ લખી જણાવશે