________________
X, MUŽJE IRS
ક્ષયે પશમથી પરિમિત બનેલ ભાવશુદ્ધિમાં રેશમની ગાંઠ ઉપર તેલના ટીપાંની જેમ પૂ. હિતકરબાપુજીની આદર્શ–દોરવણીનું બળ મળવાથી પથર ઉપર પાણીની જેમ નિષ્ફળ કરી શકયા હતા.
આ રીતે કુટુંબીઓ અને સ્નેડવત્સલ માતાજી અને પ્રેમ વેલી–સુપની આદિ તરફથી સનેડ-પ્રેમના અતિરેકમાંથી વિવેકની ગેરહાજરીમાં ઉપજતી ઘેલછાના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારી ભેગ-વિલાસના પંથે ખેંચીને પણ લઈ જવાના વિવિધ-પ્રયત્ન થઈ રહ્યા હતા, તેમ છતાં વિશિષ્ટ–વિવેકના પાયા પર ઘડાયેલી વૈરાગ્ય-ભાવનાના બળે પૂ. ચરિત્રનાયકશ્રી અડેલપણે ટકી રહી દિન-પ્રતિદિન આત્મશુદ્ધિના પંથે મક્કમપણે આગળ વધવા સક્રિય પ્રયત્નો કરી રહ્યા હતા.
જેના પ્રતિક રૂપે તે વખતને તેઓશ્રીના હાથનો લખેલ પત્ર નીચે મુજબને મળી
આવ્યા છે.
જે પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયામાં ધબકી રહેલ અપૂર્વ વૈરાગ્યભાવના સુમધુર દર્શન થાય છે.
“મારા ઉપર મહેરબાની કરનાર, મારા ઉપર ઉપકાર કરનાર, મારી અરજ ચિત્તમાં ધરનાર, મુની મહારાજ સાહેબજી ઝવેર સાગરજી સાહેબજી મુ. લીમડી,
એતાન શ્રી કપડવણજથી લી. આપને સેવક હીપચંદ મગનલાલની વંદણ દિન પ્રતિ ૧૦૦૮ વાર માન આદર સત્કાર કરી અવધારશોજી.
વિશેષ વિનંતી એ છે કે જે મારે આપની પાસે દીક્ષા અંગીકાર કરવા અંગે આવવું છે, માટે શુભ મુહૂર્ત જોવરાવીને લખી જણાવશે, તથા તે દિવસે ત્યાં પરભાતે આવી શકાય તેવી ગોઠવણું કરવા માટે માણસને મને તેડવા સારૂ ઉપર લખા પ્રમાણે આવી શકે તેવી રીતે મેડલો છે. અમે તેની ખચીના પૈસા * અત્રેથી આપીશું.
મારું કામ થયેથી મારા પિતાજી પણ અત્રેથી બધું સમેટી તમામ પૈસા શુભ ખાતે છોડી કાઈને ભળાવીને તે પણ જોડલે દીક્ષા અંગીકાર કરવા આપની પાસે આવશે.
કારણ કે મારા ભાઈ મણીલાલે મહા સુદ દસમના દીવસે નીતીવિજ્યજી મહારાજની પાસે અંગીકાર કરી છે, તે આપ સાહેબને જાણવા સારું લખવું થયું છે.
મારી ઉમર વર્ષ ૧૪ અંકે સાડા ચૌદ વર્ષની છે. તેથી કાચી ઉમરની હરકત ન આવા બદલે તજવીજ કરશે; કારણ કે મારા સસરાના તરફથી કોઈપણ પીછો લઈ શકે નહિં. બીજું મારા પિતાજી તરફ અડચણ નથી. માટે બનતી ત્વરાએ કેશીષ રાખશોજી
આ કાગળને ઉત્તર સર્વે રીતની સાડ કરીને હીમચંદ મગનલાલના નામથી જરૂર ના કવરમાં લખાઇ છે. વી રીતે હાથે હાથ પહોંચે. બીજા કોઈએ ફેડો નહિ. . સામ સૈયદને ચકલે છૂટી ટેકરાની જગો સામે મેડે પહોંચે; એવી રીતે કરશો એટલે અમોને પહોંચશે. થોડું લખું ઘણુ કરીને વાંચશજી. તાકીદથી ઉત્તર આપશે.
E
D
D
T