________________
મગનભાઈને અને પૂ. ચરિત્રનાયકશ્રીને જમનાબહેને ઘણીવાર વિવિધ રીતે પૂછયું કે મણિલાલે દીક્ષા લીધી એ વાત તો જાણે ! પણ તે હાલ કયાં છે !” | મગનભાઈએ અને પૂ. ચરિત્રનાયકશ્રીએ અવસર વિચારી નં સર્વાર્થ-સાધનં રાખેલ, પણુ પ્રાસંગિક-વાતચીત દરમ્યાન અમદાવાદથી ખંભાતના રસ્તે કેક ગામે દીક્ષા થયાની વાત જમનાબહેને જાણી, એટલે પિતાના ભાઈઓ મારફત અમદાવાદથી ખંભાત બાજુના રસ્તાના ગામની તપાસ કે અહીં દીક્ષા કેઈની થઈ છે ? આદિ માહિતી મેળવવા રૂપે કરાવતાં “કાસિંદ્રા ગામે દીક્ષા થઈ અને હજી મહારાજ ત્યાં જ છે,” એ વાતના સમાચાર પાક-પાયે મેળવ્યા.
પછી જમનાબહેન પિતાના ભાઈને સાથે લઈ મણિલાલે દીક્ષા પૂછ્યા વિના કેમ લીધી ?’ આદિ ધમધમાટ સાથે અમદાવાદ થઈ કાસિંદ્રા પહોંચ્યાં.
જતાંવેંત જમનાબહેને ખૂબ ધમાલ કરી, લેક ઘણું ભેગું થયું, પણ સમય-ચતુર વયેવૃદ્ધ-અનુભવી દીપવિજય મ.શ્રીએ કુનેહ વાપરી જમનાબહેનને ઉભરો ઠંડે પડવા દઈ ધીમે રહીને સહુને સમજાવ્યું. - “કપડવંજ જેવી પુણ્ય-ધરતીના તમે રત્નકુક્ષિ છે ! તમારા કુળને અજવાળનાર પુણ્યાત્માએ પ્રભુશાસનના પંથે નાની વયે ઉમંગભેર પ્રસ્થાન કર્યું છે ! તે બદલ તમે ગૌરવવંતા છે ! ધન્ય છે, તમને!” આદિ સાંત્વના-વાનેથી જમનાબહેન જરા ઠંડા પડયા, વધારામાં પૂ. મણિ વિજયજી મ. શ્રીએ પણ પૂ. મહારાજશ્રીના ઈશારાથી આજ્ઞા મેળવી રૂબરૂ આવી ધીમે રહીને કહ્યું કે
શ્રાવક-કુળમાં જન્મ પામ્યાની સાર્થકતા જ સર્વવિરતિ લઈ મહિના બંધનોને ફગાવી કર્મના ફંદામાંથી છૂટવા પ્રયત્ન કરવામાં છે, તમારી પુણ્ય-કુક્ષિએ જન્મ લઈ પૂ બાપુજીની દોરવણ પ્રમાણે સફળતાપૂર્વક ત્યાગના પંથે ચઢી શક છું, તેની તમારે અનુમોદના કરવી ઘટે ! તમે સમજું છે ! હવે નાહક ધમાલ કરી ધર્મ-શાસનની હીલના થાય તેવું કાં કરે છે !” વગેરે સાંભળી આખરે જમનાબહેન ધાર્મિક-કુટુંબને હેઈ મેહના આવેશથી મુક્ત બન્યા અને પૂ. શ્રી મણિવિજયજી મ. ને અંતરના આશીર્વાદ આપ્યા કે “જેવું લીધું છે તેથી વધુ ચઢતા-ભાવે જીવન અજવાળજે !”
પછી પૂ. મહારાજશ્રીને તથા શ્રી સંઘને ખમાવી નમ્રભાવે સંઘના આગેવાને કહ્યું કે
દીક્ષામાં જે ખર્ચ થયો હોય તેને આંકડે આપ તમે પુણ્યવાનોએ લહાવો લીધે? શાસન-પ્રભાવના કરી ! મારું કામ તમે વગર–ઓળખાણે પણ પતાવ્યું ! તે બદલ તમારા ધર્મપ્રેમની ખૂબ અનુમોદના !' પણ તેમાં જે ખર્ચ થયે હેય તે મને જણાવે ! અને ઓઢવાને એક કપડે લાવી આપે ! હું દીક્ષિત થયેલ સંતાનને ઓઢાડી તેની સંયમ-સાધનાની અનુમોદના કરૂં.”