________________
[World
-
-
- -
-
ગુરૂદેવશ્રીના હૈયામાં જે મમતાભરી શાસનની મર્યાદાઓના ખ્યાલપૂર્વક દીર્ધદષ્ટિ હોય તેનું માન જાળવવું જરૂરી છે, “ઉતાવળ ઘણી વાર કામ ડેલી નાંખે છે માટે “પૂ. બાપુજી જેવા તત્વદષ્ટિ–સંપન્ન, એકાંતહિત-બુદ્ધિ રાખનાર શિરછત્ર માથે છે તે નિરાશ થવાની જરૂર નથી, એમ મનને સાત્ત્વન આપી રહ્યા હતા.
મંગળ-મુહૂતે વરસીદાનનો વરઘેડે ધામધૂમથી ભવ્ય શાસન-પ્રભાવના પૂર્વક ચાલુ થયે, આખા ગામમાં ફરી પ્રથમથી કરેલ ગોઠવણ મુજબ ગામ બહાર આંબાના ઝાડ નીચે ગોઠવાયેલ દીક્ષા-મંડપમાં સમયસર ઉતર્યો.
વરઘેડેથી ઉતરીને આવેલ મણિભાઇએ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ ચઢતે-નાણુને એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા દીધી.
મંગળવેળાએ દીક્ષાની વિધિ શરૂ થઈ, પૂ ચરિત્રનાયકશ્રી એક બાજુ સૂનમૂન બેસી રહી શ્રીનવકારને જાપ કરી રહ્યા.
મણિભાઈના સંબંધી તરીકે પૂ. ચરિત્રનાયકશ્રી જ હાજર હતા, એટલે ગ્ય-અવસરે દીક્ષાની છાબડીમાંથી પૂ, ચરિત્રનાયકશ્રી દ્વારા હરણ (ઓ) પૂ. દીપવિજય મ. શ્રીએ વહોરી શ્રીવર્ધમાન–વિદ્યા આદિથી અભિમંત્રી ઈશાન-ખૂણુ સમક્ષ મણિભાઈને ઉભા રાખી ધર્મપ્રેમી લોકોના પ્રચંડ-જયઘોષ સાથે મણિભાઈને આઘો આખે તે મેળવતાં જ મણિભાઈ એવા અંતરના હર્ષ અને હૈયાના ઉમળકાથી નાચા કે--જાણે રવનું રાજ્ય મળ્યું !
પૂ. ચરિત્રનાયકશ્રીની આંખોમાંથી એકબાજુ જયેષ્ઠબં, પ્રભુશાસનના પંથે જીવન સમર્પિત કરી ધન્ય બની ગયાના હર્ષના, બીજી બાજુ “હું રહી ગયે ! કયારે મને આવા મંગળ-અવસરની પ્રાપ્તિ થશે ?” એ શેકનાં આંસુનાં બે–ચાર ખૂદ ટપકી રહ્યાં, પછી હાવા લઈ ગયા.
સંયમને વેશ પહેરી મંડપમાં જયેષ્ઠબંધુ આવ્યા, ત્યારે તેમના મુખ પર અદ્ભુત સૌમ્યતા જોઈ અનેક ભાવિકનાં હૈયાં ઉછળી રહ્યાં, અને મસ્તક નમી ગયાં.
પછી હિબંધની ક્રિયા વખતે પૂ. નીતિવિજય મ નું નામ ગુદેવ તરીકે તથા નવદીક્ષિતનું નામ મુનિ શ્રી મણિવિજયજી એમ જાહેરાત થઈ, જે સાંભળી સકળ શ્રીસંઘે ઉમંગભેર નૂતન દીક્ષિતનું નામ જયધ્વનિએથી આવકાર્યું.
પછી હિતશિક્ષા વખતે પૂ. દીપવિજય મ. શ્રીએ સંસારની છ-કાયના આરંભ-સમારંભની વિષમતા અને તેમાંથી છોડાવનાર પ્રભુશાસનના જયણામય સંયમ-ધર્મનું મહત્ત્વ, ગુરૂઅજ્ઞાની પ્રધાનતા આદિ જણાવી “જેવા ચઢતે પરિણામે સંયમ મેળવ્યું છે, તેવા પરિણામોના ટકાવ માટે જાગૃત રહેવાની ટકેર સાથે વ્યાખ્યાન પુરૂ કર્યું.
પછી વાજતે-ગાજતે દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે નૃતન-દીક્ષિત મુનિને લઈને આવ્યા,
જિક ટી માં
૯o
૨
ક