________________
ત્રિી 12 2020
નૂતન-દીક્ષિત મુનિના ચરણમાં પૂ. ચરિત્રનાયકશ્રીએ મસ્તક ઝુકાવ્યું અને “જાણે-અજાણે જે કંઈ મારી ભૂલ થઈ હોય સઘળા બઢલ “મિચ્છા મિ દુર" દઈ હવે “હું આપના વિના એકલો અટૂલે પડે તેમ છતાં પૂજ્ય બાપુજીના સહકારથી વહેલામાં વહેલો પ્રભુશાસનના સંયમના પંથે જીવનને લાવવા પ્રયત્નકરીશ.” તેવી મંગલ ભાવના વ્યક્ત કરી.
નવદીક્ષિત-શ્રી મણિવિજયજી મ.શ્રીએ પણ આશ્વાસનના શબ્દોથી પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવનાને મજબૂત કરી “દેવ-ગુરૂકૃપાએ તમે તુર્તા જિનશાસનને સમર્પિત થાઓ.” એવી શુભ કામના કરી.
પછી પૂ. ચરિત્રનાયકશ્રી જમી-પરવારી વિદાય લેવા પૂ. શ્રી દીપવિજયજી મ. પાસે આવ્યા, જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવ્યો, પૂ. મણિવિજયજી મ. પાસે ઘડીક–વાર બેસી પ્રભુ શાસનની સર્વવિરતિ જલદી સ્વી રવાના સુદઢ-સંકલ્પ સાથે માંગલિક સાંભળી માલ લેવા માટે અમદાવાદ જનાર એક ભાઈના બળદગાડામાં અમદાવાદ તરફ રવાના થયા.
| સર્વવિરતિ-ધર્મની મહત્તા છે
વિશ્વ-વત્સલ, સર્વત તકારી, તીર્થંકરપ્રભુ શ્રી વીતરાગ–પરમાત્માએ જગતના સુદ્ધમ-બાદર કોઈપણ જીવ હિંસા ન થાય, જ્યણાનું વિશુદ્ધ પાલન થાય તે સર્વવિરતિને એકાંત હિતકર આત્મ-કલ્યાણને માર્ગ ઉપદે છે.
ખરેખર હકીકતમાં આ માર્ગને સફળપણે અપનાવવાથી જીવનશુદ્ધિ સહજરૂપે મેળવાય છે.
આથી જ જ્ઞાની–ભગવંતોએ શ્રાવક-કુળમાં રત્નત્રયીની આરાધના માટે સાહજિકરીને સર્વવિરતિના વીકારને સર્વશ્રેષ્ઠ મહત્ત્વ આપ્યું છે.
આ દૃષ્ટિકોણથી અતુલ ભૌતિક સુખની ભરપૂર-સામગ્રીમાં રહેલ શ્રી અનુત્તર વિમાનના દેવ પણ શ્રાવક-જીવનની નિરંતર ઝંખના કરતા હોય છે.