________________
SÄUŠTVEEMAS
ક્ષમતા મેળવી ન હોવાથી ફાળ-ચૂક્યા વાંદરાની જેમ ખિન્ન બનતા, તેમ છતાં દીનભાવ લાવ્યા વિના પુરૂષાર્થ ફેરવવામાં પાછા ન પડતા.
એમાં વળી ઇ-બંધુની વિધુર-અવસ્થાને પ્રસંગ, તે વખતની બાપુજીની તાત્વિક–હિતકર શિખામણ અને ફરીથી વેવિશાળ કરી લગ્ન માટેની વાતને વિવેકી-સંયમપ્રેમી જયેષ્ઠ–બંધુને નિખાલસ ઇન્કાર આદિથી પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યમાં દિનપ્રતિદિન વધારો થવા લાગે. છે. આ પ્રમાણે ગડમથલ દરમ્યાન વિ. સં. ૧૯૪૪ ની ફાગણ ચોમાસીની પૌષધ સાથેની આરાધનામાં માસી દેવવંદન દરમ્યાન શ્રી નેમિનાથપ્રભુના દેવવંદનમાં સ્તવન તરીકે–
“નિરખે નેમિ જિણુંદને-અરિહંતાજી,
રાજીમતી કર્યો ત્યાગ– ભગવંતાજી” –ની કડી તથા દેવવંદન પછી બોલાતા પાંચ-તીર્થના સ્તવન પૈકી “તેરણથી રથ ફેરી ચાલ્યા પ્રીતમજી” સ્તવનના નિમિત્ત બંને ભાઈઓ ખૂબ જ વિચારમગ્ન થઈ ગયા.
મણિલાલ તો એટલા બધા વિચારમૂઢ થઈ ગયા કે દેવવંદનના અંગ તરીકે પાંચ સ્તવને પૂરા થયા ત્યાં સુધી બેબાકળા જેવા રહ્યા,
દેવવંદન પછી ભાઈ હેમચંદે –બંધુની વિચારસરણને પારખી એક બાજુ મોટા ભાઈને લઈ જઈ વિચાર-નિદ્રામાંથી જગાડી કર્તવ્યનિષ્ઠ બનવા અનુરોધ કર્યો.
મણિલાલ કહે કે “ભાઈ! હું કે હીનભાગી છું ! મારે સંસારનું બંધન કુદરતી રીતે હઠી ગયું છે, તાવિક-શ્રેષ્ઠ વિચારસરણીવાળા પૂ. પિતાજીની મીઠી પ્રેરણા, તારા જેવા વિવેકી– ભાઈને સહકાર–આ બધું છતાં આ સંસારના કીચડમાંથી નિકળવા હું કંઈ પુરૂષાર્થ નથી કરતે!”
ધન્ય છે નેમિનાથ પ્રભુને ! કે “તેરણ આવી રથ ફેરી ચાલ્યા” જમવાને થાળ પીરસાએલ અને ઉભા થઈ ઉપવાસના પચ્ચકખાણ કરનારની જેમ સામી-છાતીએ વિષયને મહાત કર્યા, હું તો કે નમાલ કે પીરસાયેલી થાળી છીનવાઈ ગઈ, છતાં મૂઢતાવશ સુઝતું નથી કે “ભલું થયું ભાંગી જંજાળ” ભાઈ હેમચંદ! મને તે આજે ખૂબ જ લાગી આવે છે, તારા માટે તે હજી વ્યવહારથી બંધન ઉભું છે! પણ વિશિષ્ટ–જાગૃતિના સાધને છતાં મારી આત્મશક્તિ કેમ જાગૃત થતી નથી ? બસ! હવે દઢ નિર્ધાર કર્યોજ છૂટકો! ! ! ! !
વદ એકમે પૌષધ પારી ઘરે જઈ પૂજ્ય-માતા છે વગેરે વજન-વર્ગને સ્પષ્ટ જણાવી દેવા વિચાર છે કે-“મારે આત્મ-કલ્યાણ માટે ગુરૂદેવના ચરણમાં જીવન સમર્પિત કરી દેવું છે!”
હેમચંદે કહ્યું કે “મોટાભાઈ! ખૂબ જ આનંદની વાત છે કે આપના હૈયામાં ઊડે-ઊડે વસેલ પણ વૈરાગ્ય આવા નિમિત્તને પામી આ રીતે ઉત્કૃષ્ટ-ભાવને પામે છે.” આ રોગ મો