________________
{
S?
-
S
S
UD VEEUCRE
ભાઈ હેમચંદને આ વાતની જાણ થતાં જ માતાજીને પગે લાગી નમ્ર ભાવે આરઝુ કરી કે
–બા ! આપ તે મારા હિતેચ્છુ-વડિલ છે, હું તે આપને સેવક છું, આપની આજ્ઞા શિરોધાર્ય કરવી તેમાં જ મારૂં કલ્યાણ છે.
પણ વ્યવહારની પ્રધાનતાએ તે સંસારી–જીવન અનેક-ભવની પરંપરા વધારનાર નીવડે છે! આદર્શ-શ્રાવકકુળની પ્રાપ્તિ અને જિનશાસનની સફળ આરાધના માટેની તૈયારી પૂર્વના પ્રબળ-પુણ્યને મળી છે, તે આંતરિક–આત્મશુદ્ધિના લક્ષ્યને નજર સામે રાખી ત્યાગ-વૈરાગ્યના પંથે જીવનને સફળ બનાવવાના રાહે મને જવા દે ને બા !”
આપના જેવી આદર્શ-શ્રાવિકાની કુખે જન્મ લઈને જન્મ-મરણના ફેરા ટાળવાની સફળ કુંચીરૂપ ત્યાગધર્મ-સર્વવિરતિને અંગીકાર ન કરી શકું તે મારું જીવતર લેખે ન ગણાય બા ! ઉતાવળ ન કર ! મને મારા હિતના પંથે જવા દેવા માટે અંતરના આશિષ આપ !” વગેરે કાકલુદી ભરી વિનંતિ નમ્રભાવે કરી.
જમનાબહેને વળતાં કહ્યું કે –“બેટા ! હેમુ! તારી વાત બધી સાચી ! પણ તું હજી કાચી વયને અને કુમળી બુદ્ધિને છે, તારા બાપુજીની વાતથી તું ભરમા મા ! એ તે ભગત છે. દુનિયાદારીમાં કંઈ રસ લેવા તૈયાર જ નથી ! એમના હિસાબે તું અત્યારથી સાધુ થવાની ઘેલછામાં કાં પડ્યો છે ?”
સાધુપણું એ કંઈ છોકરાના ખેલ નથીખાંડાની ધાર પર ચાલવાની અખંડ નેમ જાળવવાની જેમ પ્રભુ આજ્ઞાને જીવનમાં સક્રિય બનાવવા અંગેની તત્પરતા ભલભલા પ્રોઢવયવાળા પણ ન કેળવી શકે તેવું સાધુપણું કાચા પારાની જેમ પચાવવું–નભાવવું, ખાંડાના ખેલ છે બાપુ !” આદિ.
હેમચંદભાઈએ બાની વાત સાંભળી અવસર વિચારી ગમ ખાઈ તે વખતે વાત જવા દીધી,
થોડા દિવસ રહીને ફરીથી પિતાના (મામાના છોકરા ભાઈ સાથે બાને સંદેશો પહોંચાડે કે –“હું સંસારની કેદમાં ફસાવા નથી માંગતે, વ્યવહારના બંધને ફગવી દઈ અંતરની શુદ્ધિ માટે પ્રભુશાસનના સંયમના પંથે હું તે ચાલ્યા જવાને છું” આદિ. - વેવિશાળની વાતે જ્યાંથી આવતી ત્યાં પણ ભાઈ હેમચંદે લાગતા-વળગતા દ્વારા બાપુજીના મૂક-સહકારથી કહેવડાવી દીધું કે –“તમે જોઈ-સમજીને પૂરો વિચાર કરીને પગલું ભરજે ! હું સંસારથી છૂટી ટુંક સમયમાં પ્રભુશાસનની દીક્ષાના હિતકારી–પંથે જવાનો છું. તે વાત ચોક્કસ જાણજે.”
ગ ટંગમાં હાર્થિીક