________________
SUDANTE URE
પ્રકરણ-૧૩
છે પૂ. ચરિત્રનાયકશ્રીના છે. | વૈરાગ્યની કસેટી છે.
મંગળકારી શ્રી વીતરાગ પરમાત્માના શાસનની માર્મિકતાને પારખી યથાયોગ્ય રીતે જીવનને તેની છત્રછાયા તળે લાવવા મથી રહેલા શ્રી મગનભાઈ ભગતની લાક્ષણિક વિવિધ ધર્મપ્રવૃત્તિઓથી પૂ. ચરિત્રનાયકશ્રી એવા ઉત્કટ બૈરાગ્યની ભૂમિકાએ પહોંચેલા કે ટૂંક સમયમાં જ સંસારના વમળમાંથી બહાર નીકળવા કૂદકો મારી શકત! વળી ભા પગની પ્રબળતાથી પુણ્યવતી
શ્રી જમનાબહેનના આદર્શ—શ્રાવિકા તરીકેના સંસ્કારે પૂ. ચરિત્રનાયકશ્રીને ગર્ભકાળથી વિકાસોન્મુખદિશામાં આગેકૂચ કરી રહ્યા હતા, પણ પૂ. ચરિત્રન કશ્રીના વય-વિકાસની સાથે અંતરંગ અશુભ મેહના દબાયેલા સંસ્કારે ફરીથી માથાભેર થઈ માતૃવાત્સલ્ય, લૌકિક રીતે પુત્રને સુખી કરવાની કલ્પના અને સ્વજન વર્ગના વિવિધ મુખી દબાણ આદિથી હેમચંદભાઈને આંખની કીકી અને કાળજાની કેર જેમ સાચવવાના વિચારોમાંથી વિકૃત ભૂમિકાનું સર્જન કરી રહ્યા.
તેના પરિણામે જમનાબહેન લાડીલા હેમુને સુંદર રૂપવતી, ગૌરાંગ-સુકોમળ, કુલીન–કન્યા સાથે પરણાવી શ્રીમંતાઈના ફળ રૂપે વિવિધ વિષય- વાસનાના ઉપગમાં પિતાને પુત્ર ગળાડૂબ રહે-આદિ ભાવનાઓને પરવશ બન્યાં.
મગનભાઇ ભગત જમનાબહેનની વિચાર-વિક્રિયાને પારખી માનસિક રીતે અસંતુષ્ટ બન્યા કે “મારી સંયમ સાધના માટેની ભાવી સ્વપ્નસૃષ્ટિની કલ્પના કદાચ શૂન્યરૂપ ન લઈ લે !”