________________
SES QÜVVETE SLRS
યુવા વિ. સં. રજા આહાર મહિને પૂશ્રી ઝવેરસાગરમ-ઉદેપુર (મેવાડ) તરફ વિહાર કરતાં કપડવંજ પધારેલા, ત્યારે પૂ. બાપુજી સાથે દર્શન, વંદન, વ્યાખ્યાન-શ્રવણને લાભ મળ્યું હતું અને મન પર તેમના વ્યક્તિત્વની અને સટ ઉપદેશની એવી ગંભીર છાપ પડેલી, જેથી કે હૈયાના ભાવેને પત્ર દ્વારા પૂ. શ્રી સમક્ષ રજુ કરવા ભાઈ હેમચંદ પ્રવર્તેલા, અને પરમ-કરુણ-સંપન્ન આગમિક-પદાર્થને પચાવી યથાર્થ—ગીતાર્થતાને વરેલા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસેથી પિતાની તાત્વિક રીતે અણસમજભરી છતાં વ્યાવહારિક–રીતે તરણ–તારણહાર તરીકે સ્વીકારેલ પૂ. ગુરૂભગવંત પાસેથી મનમાં ગૂંચવાતી બાબતને યેગ્ય ઉકેલ મેળવવા સફળ પ્રયત્ન કરતા.*
* જુના સંગ્રહમાંથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ઝવેરસાગરજી મ ઉપર લખેલ આવા બે પત્રો મળી આવ્યા છે.
(૧) “સ્વસ્તિશ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વઉપમાલાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં –
લી. ચરણસેવક હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્રતિ વંદના અવધારશોજી. આપશ્રીના શરીર શાતા હશે, અહીં ધમંપાયે અને આપ જેવા ગુરૂમહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે.
વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ, તે પૂર્વે પણું બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝળકતી અપૂર્વ-વેદનપ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષ દાન કર્યા પછી તેમજ કેશરીસિંહની ગજના જેવી ઉદાત્ત–ગંભીર માપની સુમધુર ધમદાન
એ જીવ આપનામાં જ રમે છે, આપ જેવા તારકગુરૂદેવશ્રીના સાત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે.
મારા બાપુજી અવારનવાર બાપના અનેકવિધ ઉપદેશામૃત–ભરપૂર પત્રો વગેરેના આધારે આપની તાત્વિક વાણ-સુધાના મીઠા-મધુર ઘુંટડા પીવડાવે છે.
દેવને પણ દુર્લભ આ માનવ જીવનની સફળતા આપ જેવા સરૂના ચરણોમાં બેસી સંસારના છકાયના આરંભ-સમારંભના કૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી- વન કેળવી સર્વ–જીવોને અભયદાન આપનારી જીવનચર્યામાં છે.
હે તરણતારણહાર ! કૃપાળુ ગુરે ! કંઈક એવું માર્ગદર્શન બતાવે ! સંસારના કારમા બંધને મને ન સતાવે ! દેવ-ગુરૂકૃપાએ જલ્દીથી હું પ્રભુશાસનના સંયમના પંથે પંપા જાઉં !
મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયાં છે. મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભશાસનના પંથે ધપાવવા માટે ખૂબ સહયોગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ–આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે.
સાંભર્યા મુજબ તતમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે.