________________
VOLYAN
પણ તે અવસરે મગનભાઈને હિતકર તાત્વિક-ઉપદેશ અને નાના છતાં આધ્યાત્મિક દષ્ટિએ અંતરના વધુ-ઉઘાડવાળા ભાઈ હેમચંદની ભવ્ય-ધાર્મિક પ્રેરણા વડે કેળવાયેલ વિવેક બુદ્ધિની સરાણુ ઉપર સુદઢ થવા પામેલ વૈરાગ્ય-બળે મણિભાઈ સંસારી–સુખને મધ-ચોપડેલ તલવારની ધાર ચાટવા સમું સચોટ રીતે વર્ણવી પિતાની પરિપકવ વિરાગ-દશાનું સાચું સાહજિક દર્શન કરાવતા.
આ ઉપરથી પૂ. ચરિત્રન કશ્રીના અંતરમાં વિવિધ રીતે સંસારના કારાવાસની પ્રતીતિ વધુ સુદઢ બનવા પામતી.
આ ઉપરાંત વીતરાગ-પ્રબની પૂજા વખતે સર્વ પ્રથમ કરાતી જલપૂજાનું રહસ્ય બાપુજી પાસેથી અને જ્ઞાની–ગુરૂ મહારા, પાસેથી જાણવા મળ્યું કે- “સંસાર રૂપ મહેલના સમર્થ પાયા તરીકે કાચું પાણી, અગ્નિ, અને સ્ત્રીમાંથી સૌથી વધુ અગત્યના કાચા પાણીને વપરાશ સર્વથા છુટી જાય, તેવા આદર્શ સંયમી-જીવનને કરાર જાણે પ્રભુ-પૂજા વખતે પ્રભુના દિવ્ય શક્તિ નિધાનરૂપ નવ અંગ ઉપર સંસારની વાસનાઓના સર્વ–ત્યાગના સંકલ્પના બળરૂપે જલપૂજા દ્વારા વિવેકીએ કેળવવાનું હોય છે.”
આ જાણ્યા પછી પૂ. ચરિ નાયકશ્રીને વીતરાગ–પ્રભુની અષ્ટપ્રકારી પૂજા પિકી જલપૂજા ખૂબજ પ્રેરણાદાયી લાગતી અને ઉલ્લાસપૂર્વક જલપૂજાની વિધિ આચરી સંસારના કેદખાનામાંથી છૂટવાના ભાવને સુદઢ બનાવી શકતા.
આ પ્રમાણે સામાયિકમાં, શાસ્ત્રવાચન-શ્રવણમાં, પૂ. ત્યાગી-સંયમી સાધુ-ભગવંતના સંપર્કમાં અને પૂ. પિતાજી રે મથેની ધાર્મિક વાર્તા–મેઠીમાં સંસારની અસારતા પ્રત્યક્ષ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી અનુભવી તેમાં થી છૂટવા માટે તત્પરતા કેળવવા ગ્ય-ગવેષણાના પંથે બુદ્ધિ-માનસને વાળવા પ્રયત્ન કરે લાગ્યા.
આમ છતાં ધર્મભાવના ૨ ને ધર્માચરણથી રંગાયેલ ભાઈ હેમચંદ ઘણીવાર સંસારની અટપટી-વ્યાવહારિક–જંજાળમાં ફસામણીના, તથા તેના વિરસ–વિપાકની વિચારણામાં ગૂંચવાઈ જતા, જેને ઉકેલ પૂ. પિતાજીની પાસેથી અવસરે મેળવવા પ્રયત્ન કરતા, તેમ છતાં તત્વજ્ઞાનની કેટલીક વાતની મૌલિક-સમજૂતી નાની–ઉંમરના કારણે ગ્ય-રીતે ન મેળવી શકવાથી કયારેક મનમાં ખૂબ અકળવિકળ દશા અનુભવતા.
એટલે સામાયિકની ઓ માં રહેલ પૂ. બાપુજીના ગુરૂજીના ચિત્રમાં જણાતી અદ્ભુત મુખાકૃતિ અને તેમાંથી ઝળક્તી . નિની અપૂર્વ-પ્રતિભાથી આકર્ષાઈ “બાપુજીના ગુરૂજી તે મારા પણ ગુરૂજી” એમ કરી પૂ. ઝવેર સાગરજી મ. પ્રતિ હાર્દિક-લાગણીના બળે હૈયાના ભાવેને શાંત કરવા ચિત્રની સામે બહુમાનપૂર્વક ભક્તિ-વંદના કરી બાલચિત–ભાષામાં મેગ્ય-માર્ગ– દર્શન મેળવવાની ચેષ્ટા કરતા.
'
આ. જી. ૩ર.