________________
રિટી, 50200
થવા સર્જાયેલ મહાપુરૂષના અનેરા-વ્યક્તિત્વને અજબ રીતે સચોટપણે ઓળખાવનાર આ પ્રસંગે હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ–મહત્તાને સૂચવે છે.
કયારેક બાપુજી સાથે ફરવા નાં અગર રાત્રે વાત નિકળતાં ઉપાશ્રયમાં સાંભળેલી વાતને ઊંડાણથી સમજવા જિજ્ઞાસાભરી રજુઆત કરતા.
મગનભાઈ પણ બાળકની ચાલ જિજ્ઞાસાના બદલે આવી તાત્વિક અને ઊંડી સમજભરી વાતે જાણવાની ઉત્કંઠાથી ભાવિની કલ્પનાને નજર સામે રાખી બાળક સમજી શકે તેવી સ્પષ્ટ સમજણ આપતા.
માતુશ્રીની પાસે સંસારી-સંબંધીઓ મેહની ઘેલછાથી પરણવાની વાત છેડતા, તે પૂર્વજન્મના શુભ-સંસ્કારોથી રંગાયેલા હેમચંદભાઈ છેડાઈ જઈ ઉગ્ર-વિરોધ કરતા અને જમ્બર પ્રતિકાર કરતા.
સહાધ્યાયી-વિદ્યાથીઓ સાથે નિર્દોષ રમત-ગમત કરવા છતાં અવસરે ધર્મ–ક્રિયાઓના સાહજિક-અનુરાગથી સહાધ્યાયીઓ પણ દેહરે-ઉપાશ્રયે પ્રેરણું કરી આવવાનું મન કરાવતા, તેમજ માતા-પિતા પાસેથી તથા પાખ્યાનમાં કે રાત્રિના સમયે પૂ. મહારાજશ્રી પાસેથી સાંભળેલી મહાપુરુષની નાની-મોટી ધર્મકથાઓ ટૂંકમાં પિતાની આગવી રસિલી-જોશીલી ભાષામાં રજુઆત કરી સહાધ્યાયીઓને ન્યાય, નીતિ, સદાચાર, ધર્મારાધન અને પ્રામાણિક્તા આદિ ઉદાત્ત ગુણ મેળવવા પ્રેરણું આપના.
આ રીતે વ્યાવહારિક-વિદ્યાવાસ તથા અંતરંગ જીવન–ઘડતરની કેળવણી મેળવતા ચરિત્ર નાયકશ્રી દસ વર્ષની વયે પહોંચ્યા તે વખતના પ્રામાણિકપણે જાણવા મળેલ બે પ્રસંગે નીચે મુજબ છે :
૧ ગળાના દર્શને પ્રસંગ–બાળક હેમચંદને નિશાળે બેસાડ્યા પછી પૂર્વજન્મની આરાધનાના બળે શરીર-સંપત્તિ સામાન્ય રીતે સારી હતી, કયારેક ગળ-ગુમડ કે નજીવાં-દર્દો દેખાતાં પણ ચાલ–સામાન્ય ઉપચારોથી તુત શમી જતા.
પરંતુ લગભગ નવથી દશ વર્ષના ગાળામાં હેમચંદને ગળામાં ડાબી બાજુ કાંક ગૂમડા જેવું થયું, શરૂઆતમાં સહન–શનિના આવેગથી થોડાક દિવસ કોઈને કશી વાત ન કરી, પણ એક દિવસ સવારે ઉઠતાં જ વેદના અસહ્ય બની અને દર્દી કાંઈક ઉગ્ર રૂપ લીધું, જેને લીધે શરીરમાં તાવ પણ ભરાણો.
જમનાબહેને ઘરગથ્થુ ઉપચાર પ્રમાણે ઘઉંના લોટની પિટિશ બનાવી, સેક કરી, ગળે બાંધી દીધી, જેથી દર્દની ઉગ્રતા કાંઈક ઘટી, થયેલી ગાંઠ કઠણ હતી તે નરમ થઈ ગઈ, પરંતુ વેદનામાં ઘટાડો ન થયે, આસપારાના પડોશીઓના કહેવા પ્રમાણે બીજા પણ વિવિધ ઉપચાર કર્યા.
આમ છ-સાત દિવસ થયા નિશાળે જવાનું પણ બંધ થયું. પરંતુ ઉપાશ્રયે સામાયિક માટે જવાની પ્રવૃત્તિ જોરદાર બની.
આ.
. ૨૯