________________
સિમ 1 ) 20220
બાલક હેમચંદમાં જ્ઞાનવૃદ્ધિની સાથે અંતરંગ વિશુદ્ધ-સંસ્કારમાં પણ ચગ્ય વધારે થવા લાગે, જેથી કે નિશાળમાં ભણવાની પ્રવૃત્તિ ઉપરાંત અવકાશના સમયે તેફાની છોકરાઓની વિષમ પ્રવૃત્તિઓમાં ભાગ ન લેતા, પરંતુ પોતાના અભ્યાસનું પુનરાવર્તન તથા નિર્દોષ રમતગમત દ્વારા સમય ગાળતા.
નિશાળમાંથી છૂટયા પછી પણ મોટાભાઈ મણિલાલની સાથે બીજા પણ પિતાના ભાઈબંધને લઈ દહેરાસરે જઈ નાના પ્રકારની દર્શન-વંદનની ક્રિયાઓ કરી નવકારવાળી દ્વારા જીવન–શક્તિઓને વિકસિત કરવાની ક્રિયામાં અવ્યક્ત રીતે પણ પ્રવૃત્ત થતા.
આ રીતે કયારેક ઉપાશ્રયે જઈ પૂજય મુનિ–મહારાજને ભક્તિભરી વંદના કરી ગોચરી વહેરવા માટે પધારવા વિનંતિ કરતા, અગર બીજા કેઈ ચીંધેલા ધર્મકાર્યોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેતા. . આ ઉપરાંત કયારેક પૂજય મુનિ મહારાજ પાસે કો'ક પ્રાસંગિક ધર્મચર્ચા ચાલતી હોય તે બાળક હેમચંદ પિતાના ભાઇની સાથે ચૂપચાપ રસપૂર્વક સાંભળતા અને તેમાં કેક વાર ન સમજાય તે યાદ રાખી અવસરે ગુરૂ-મહારાજને અથવા બીજા મહારાજને પૂછી જિજ્ઞાસા સંતુષ્ટ કરતા.
બાલ્ય જીવનનું ઘડતર
મકાનના ચણતરમાં જેટલું મહત્વ પાયાનું છે, તેવું બબ્બે તેથી પણ વધુ મહત્ત્વ સંસ્કારી જીવનના વિકાસ માટે સુગ્ય રીતે બાયજીવનનું શુભ આચરણે, દાન્ત સંસ્કાર આદિથી ઘડતરનું છે.
મહાપુરૂષને પૂર્વના પુણ્યબળે આવી અનુકૂળતા યથાયોગ્ય મળતી રહે છે.
A
Sw:
GSS