________________
1િ) Spotી
ત્યાર પછી મગનભાઈએ સઘળા છોકરાઓને વિવિધ મિઠાઈ તથા અભ્યાસયોગ્ય સાધને મુક્ત–મનથી વહેંચી વિદ્યાર્થીઓના હૈયામાં વિદ્યાપ્રેમ સ્થિર કરવા પ્રયત્ન કર્યો.
ધીમે-ધીમે ચરિત્રનાયકશ્રી તે વખતના ઘોરણ પ્રમાણે અપાતા જીવને પગી તથા આદર્શ સંસ્કારને ઉછેરવા જરૂરી માહિતીરૂપ ઘણી બાબતે અન્ય વિદ્યાથીઓ કરતાં વધુ ઝડપથી શીખવા માંડયા.
તે વખતની નિશાળમાં સૌથી પહેલાં પાટી ઉપર ખડીથી એકડો લખતાં શીખવતા અને તે પછી કકકાવારી, આગળ ગયા પછી બારાખડી અને એનાથી ત્રીસ સુધીના આંક ભણાવવામાં આવતા.
વાંચવાની કળાના વિકાસ માટે સચિત્ર બાળપોથીઓ હતી, જેમાં મોટા અક્ષરથી વિવિધ વર્ષોની ઓળખાણ ચિત્ર સાથે આપવામાં આવતી.
સામાન્યથી પહેલા–ધોરણ માં પહેલી ચોપડી અગિયારી આંક, કંઈક લેખાં અને પલાખાં– - મૌખિક–પ્રશ્નો પૂછવામાં આવતા.
બીજા–ધોરણમાં સાદું નામું, વ્યાજ અને વ્યાજના ખોખા, કાપી વ્યાજ એટલે કે વરસના છ દિવસ ઓછા લેખે મહિનાને અડધો દિવસ કાપીને ગણાતું વ્યાજ, તેલના લેખા, બેતાલા તેલ, પિસ્તાલા તેલ વિગેરે શિખવવામાં આવતાં.
તે સમયમાં ફીનું ધોરણ પણ જાણવા જેવું હતું.
દરરોજ રજાના સમયથી અર્ધા કલાક પહેલાં એક ઘંટડી વગાડવામાં આવતી અને કહેવાતું કે અખેત લેવા છૂટા છે એટલે બધા છોકરાઓ પોતાના દફતર ત્યાં જ રાખી પોતાના ઘરેથી શક્તિ પ્રમાણે અનાજ લઈ આવતા, ઓછામાં ઓછું અધે શેર અનાજ લાવતા.
આ ઉપરાંત એકડે એકધી સો આંક વિદ્યાથી પૂરા કરે ત્યારે ૧ રૂપીએ અને પછી દર દસ આંકે એક રૂપીઓ લેવામાં આવતો.
અભ્યાસમાં સઘળા વિદ્યાર્થીઓને શિક્ષક યોગ્ય રીતે મીઠ, તીખ અને કડવો ઠપકો આપી આગળ વધારવાને હાદિક પ્રયત્ન કરતા, તેમ છતાં ઉપેક્ષા ધરાવનાર વિદ્યાથીને નિશાળ છુટયા પછી પોતાના ઘરે સાધ લઈ જતા અને આપેલ અભ્યાસ સરખી રીતે કરાવરાવી ઘરે એકલતા, જેનું કોઈ મહેનતા શિક્ષક કદી પણ માગતા નહિં પણ પિતાની ફરજ અદા કર્યાના સંતેષ સાથે વિદ્યાથીના હૈયામાં લાગણીનું રેખાચિત્ર ઊપસાવતા, નિશાળમાં શિક્ષક ગાદી પર બેસતા અને છેકરાઓ કંતાનના કેથળા ઉપર કે સણિયાની લાંબી પટી ઉપર બેસતા.
શિક્ષક વિદ્યાર્થીને ધ્યાનપૂર્વક ભણવાની વૃત્તિ ઉત્પન્ન કરાવવા પૂરતું અને રમતિયાળ સ્વભાવને કાબુમાં રાખવા બાલ-માનસને અનુરૂપ માત્ર દેખાવ પૂરતે ડર ઉત્પન્ન કરવા કોરડે-લાકડી પાસે રાખતા, પણ તેને ઉપયોગ જવલ્લેજ થતા, નિષ્ઠાવાન શિક્ષકો પોતાના હૈયામાં સ્થિર રહેલી,