________________
STANDEMOS
પછી પ્રાથમિક-નિશાળે મહોત્સવ–પૂર્વક સ-રિવાર બાલક--હેમચંદને લઈ મગનભાઈ પહે યા ત્યાં મુખ્ય-શિક્ષક અને અન્ય સહયોગી-શિક્ષકના આદરમાન સાથે બાળકને યોગ્ય રીતે બેસાડી સરસ્વતીદેવીના ચિત્ર પર તાજા–ખીલેલા ગુલાબને પર ચડાવી ધૂપ-દીપ કરી શ્રીફળ અને રોકડ નાણું ભેટ ધર્યું.
પછી બાળક-હેમચંદને સરસ્વતી-માતાને પગે લગાડી તથા મુખ્ય શિક્ષકને પગે લગાડી સહાધ્યાયીઓના બહુમાનરૂપે ગોળધાણ વહેંચાવડાવી બાળકના હાથ મુખ્ય શિક્ષકને પાઘડી-શ્રીફળ અને રોકડ રકમ ભેટ આપી.
ત્યાર બાદ મુખ્યશિક્ષકે બાળક-હેમચંદને ચાંલે કરી આશીર્વાદ આપ્યા.
પછી પાટી ઉપર એકડો લખી ઘુંટાવવા પ્રયત્ન હળવી રીતે શરૂ કરાવ્યો. મહારમ: #: આ ઉક્તિ પ્રમાણે બાલમાનસને ઓળખી શકનારા શિક્ષકે તે દિવસને કાર્યક્રમ પૂરું કરવાની તૈયારી કરી.
બાળકોમાં વિશિષ્ટ રીતે જ્ઞાનની સાથે સંસ્કારનું ઘડતર સુયોગ્ય રીતે થઈ રહે, તે આશય ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ પ્રાથમિક-શિક્ષણની પદ્ધતિમાં અભિવ્યક્ત કરવા પ્રયાસ કર્યો છે, જેના પ્રતીકરૂપે પ્રાથમિક-શાળાઓમાંથી છૂટતા પહેલાં વિનદાત્મક રીતે બાળ-વિસુભ હળવી શિલિમાં ધર્મશ્રદ્ધાનું સિંચન કરનારી આંક બોલાવવાની શિષ્ટ પદ્ધતિ અપનાવાતી હતી.
બાળક-હેમચંદના શાળા-પ્રવેશના નિમિત્તે વહેલી મળનારી જાના આનંદને રોજના કાર્યક્રમ મુજબ છેલ્લે મને રંજની હળવી પ્રક્રિયા રૂપ એકથી સ સુધીના આંક બોલવાની જુદી-જુદી પાટીએ ઉમંગપૂર્વક સામુદાયિક બેલી વ્યક્ત કરવા માંડ્યા. ૧
૧ કપડવંજના એક વયોવૃદ્ધ ભાઈ પાસેથી તે સમયની-સંસ્કારભર એકથી સે સુધીના આંક : બોલવાની વિવિધ પાર્ટીઓમાંથી નીચે મુજબની છેલ્લી પાટ જાણવા મળી છે.
“એકાણું એકાણું રામ, ગંગા વહુ ગોરી, બાણું બાણું રામ, હીરની દોરી, ત્રાણ ત્રાણું રામ, પારણુએ પોઢયા, ચોરાણું ચોરાણું રામ, ઠેકા દૈયા, પંચાણું પંચાણુ રામ, બાપના હૈયા, છનું છનું રામ, નિશાળે બેસાડયા, સત્તાણું સત્તાણું રામ, નિશાળે ઉઠાડયા, અઠ્ઠાણું અઠ્ઠાણું રામ, ધંધે લાગ્યા નવાણું નવાણું રામ, લક્ષ્મી કમાયા,
સોએ સોએ રામ, દસ હજાર, આ પાટીમાં બાલસલભ-શૈલીના હળવા શબ્દો પણ આર્ય સંસ્કૃતિને પાયાની વાતને આછો-પાતળો જીવન-રસ પૂરાયેલે સૂચવે છે.