________________
શિક તારું
શુpot
પ્રકરણ ૮
વિદ્યાભ્યાસ છે પૂર્વજન્મની ગુણ-સમૃદ્ધિ સાથે લઈ આવેલા આપણા ચરિત્રનાયક બાલ્યકાળથી જ પોતાના સદ્દગુણો અને વિનમ્રતાને લીધે સૌના પ્રીતિપાત્ર બનેલા હતા. કદી કલેશ-કંકાસ નહિ, ઝઘડો-ટો નહીં, કુદરતના નિયમાનુસાર બીજના ચંદ્રની જેમ પ્રતિદિન શરીરને, ઈદ્રિયને અને બુદ્ધિને પણ વિકાસ થવા લાગે. પ્રતિભા, વિનય, સૌજન્ય, સૌભાગ્ય વગેરે ગુણો પણ પ્રકટ થતા ગયા. પુણ્ય એવું નિર્મળ કે સમાન વયના બાળકો પણ ખૂબ ચાહના રાખે.
પૂર્વજન્મમાં કરેલી જ્ઞાનની આરાધનાના કારણે તેઓને ભણવા-જાણવાને સહજ આદર, એટલે શાળામાં ભણતાં પહેલાં જ મોટાભાઈની સાથે માતા-પિતાદિના સહકારથી સહજવિનયથી તેમણે કેટલીક યોગ્યતા મેળવી લીધી. વગર ભણે વૃદ્ધ જેવું ડહાપણ પ્રગટયું. વાતવાતમાં પણ સૌને આશ્ચર્ય પમાડે તેવું બેલે, છતાં વિદ્યાભ્યાસ વગર ન ચાલે, એટલે યેય ઉંમરે નિશાળે બેસાડવાનું શુભ મુહૂર્ત પૂછી શ્રી મગનભાઈએ ગામઠી-નિશાળના ગુરૂજીને વિનંતિ કરી.
મહાસુદ પન દિવસ વિદ્યા–પ્રાપ્તિ માટે બાળકોને ચંદ્રબળ આદિની દષ્ટિએ ઉત્તમ છે, એવું જતિષી દ્વારા જાણ્યા પછી તે દિવસે બાલક હેમચંદને નવડાવી–ધવડાવી સારાં વસ્ત્ર પહેરાવી નાજુક-ઘાટવંતા કિમતી ઘરેણાં પહેરાવી યોગ્ય સ્વજન-પરિવાર સાથે પ્રાથમિક-શિક્ષણ આપનારી નિશાળે બેસાડવા લઈ જવાની તૈયારી કરી કંકુનું તિલક કરી અને ચેખાથી વધાવી બાલકને લઈ મગનભાઈ સાંપ્રથમ શ્રી વાસુપૂજય-પ્રભુના પિતૃક-દહેરાસરે લઈ ગયા અને ગલી કરી બાલકના હાથે સો રૂપીઓ ભંડારમાં નંખાવ્યા.
પછી ઉપાશ્રયે લઈ જઈ રહેલી કરી, ગુરૂવંદન કરાવી જ્ઞાન-પૂજા રેકડ-નાણુથી કરી ગુરુ–મહારાજ પાસે વાસક્ષેપ નંખાવી મંગલિક સંભળાવવા વિનંતિ કરી.
ત્યાર બાદ મેહના સ કારેને સજીવન કરનાર વ્યાવહારિક-શિક્ષણથી બાલકનું જીવન ભવિષ્યમાં વિષમ ન બને, તે શુભઆશયથી ગુરૂમહારાજના મુખથી સઘળા-આગમના સારરૂપ શ્રી નમસ્કાર–મહામંત્રનું ઉચ્ચારણ બાલક પાસે કરાવડાવી જીવનની શકિતઓના મંગલમય દ્વારને ખેલવાને સપ્રયત્ન મગનભાઈએ કર્યો.