________________
SEDAVVT TEARS
ના જનરજદારના નારાષ્ટ્ર અને
ગામના
જ
અને હકીકતમાં પૂજ્ય તારકવર્ય ગુરૂદેવ શ્રાએ જે જાતનું સૂચન કર્યું છે તે ખૂ
અને
હેતુસરનું હતું.
વિષમ-કલિકાલમાં પ્રબલ-મેહની અસરતળે ભાન ભૂલી પથભ્રષ્ટ બની રહેલા પામર–જીને પરમાધાર–સ્વરૂપ શ્રી જિનશાસનની કાલ–બળે ઝાંખી પડી રહેલી છાયાને આત્મશક્તિના સફળ તેજના આધારે અને જ્ઞાન-સંયમ–તપના બળે સતેજ કરનાર મહાપુરૂષ હકીકતમાં મારા ઘરે જમ્યા છે, તે બદલ મગનભાઈ પોતાની જાતને ધન્ય-ગૌરવવંતી લેખી રહ્યા. .
આ પછી ફરીથી સત્તાવીશ નવકાર ગણી ચાંદીની થાળીમાંથી સ્થાનિક પંડિતજીએ લખી આપેલ ફળાદેશને પત્ર વાંચવા માટે લીધે.
ત્રણ વાર જિનશાસનની જય બલવા સાથે શાસનપતિ શ્રી મહાવીર–પરમાત્મા તથા લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી-ભગવંતનું સાતવાર સ્મરણ કરી તે પત્ર વાંચવાની શરૂઆત કરી.
તે પત્રમાં પ્રારંભે ઈષ્ટદેવને નમસ્કાર કરી જ્યોતિષશાસ્ત્રને ચક્ષુરૂપ જણાવી જાતક જે જાતના પૂર્વજન્મના શુભાશુભ-સંસ્કાર લઈને આવે છે, તે સંસ્કારોને સક્રિય બનવા માટે સહકારી સાધનરૂપ કાળની બળાબળતા જાણવાનો પ્રયત્ન ગુરૂકૃપાએ શાસ્ત્રના માધ્યમથી શરૂ કરવાની વાત હતી.
સૌ પ્રથમ સ્થૂલબુદ્ધિએ કુંડલીનું નિરીક્ષણ કરતાં જણાતી મહત્વની બાબતે નીચે મુજબ જણાવેલ.
જાતકને જન્મ શાલિવાહન શાકે ૧૯૭૫ માં થયેલ છે. શાલિવાહનનું આ વર્ષ તિષશાસ્ત્ર પ્રસિદ્ધ ૬૦ જાતના સંવત્સર પીકી શ્રીમુખ નામ સંવત્સર છે.
તેથી આ જાતક અઠંગ શાસ્ત્રજ્ઞ, તત્વજ્ઞ, સ્વજનવર્ગ–કુટુંબને વધુ પ્રિય, ઐશ્વર્યશાલી, પરમાત્માની ભક્તિમાં લીન બનનાર અને દિગંતવ્યાપી કીતિવાળા થાય, તેમ ચેકકસ લાગે છે.
વળી વર્ષાઋતુમાં જન્મ છે, તેથી એમ જણાય છે કે-“આત્મિક-શક્તિએને ભરપૂર વિકાસ કરનાર, રાજા-મહારાજાઓથી પૂજનીય, સૂકમનિપુણ બુદ્ધિવાળો, મહાપ્રતાપી, ગહન-વિચારક અને વાયુ-પ્રકૃતિવાળો આ જાતક બને.”
આ મુજબ અષાડ મહિનાને જન્મ છે, તેથી તિષશાસ્ત્ર વર્ણિત માસફલના આધારે“આ જાતક જ્ઞાની-મહાપુરૂષો પ્રતિ આદર-સંપન્ન, વાણ–ચાતુર્ય અને ઓજસભરી ભાષાથી શોભતા, સ્વાભિમાની અને મંદાગ્નિની અસરવાળે થાય” તેમ જણાય છે.
તથા કૃષ્ણપક્ષમાં થયેલ જન્મ“સ્વપુરૂષાથી, શીલ-સદાચારમાં દઢ, ચપળ, કોઈની પણ શેહ-શરમમાં ન આવે તે મહાપુરૂષ થવાની યોગ્યતા આ બાળકની સુચવે છે.