________________
SS HUVVEENCAS
શારિરવાની મહત્ત વાતવ્યનિતિ શબ્દો વખતે શાંતિ જળ બાળકના માથે જરા છાંટયું, તે વખતે બાળક ખૂબ પ્રસન્ન થયે.
શિવમસ્તુ નિપાત ની ગાથા મગનભાઈએ ધીર-ગંભીર સ્વરે ત્રણ વાર બોલવા સાથે બાળકના મસ્તિષ્કમાં રહેલ ધારણુ-શક્તિ અને નિર્ણય-શક્તિના કેન્દ્ર ઉપર જમણા હાથની તર્જની આંગળી ફેરવી મેહના આવરણને ત્યાંથી ખસેડી કરાવમતુ સર્જનાતની મંગલકારિણી ઉદાત્ત–ભાવનાનું સ્થાપન કરવાને અભિનય કર્યો.
છેલ્લે ન જયતિ શાસનના ઘેષ સાથે કાંસાની થાળીને રણકાર સત્તાવીસ હંકારૂપે થયે, ત્યારે બાળકે પણ પોતાના બન્ને હાથની મુઠીઓ હવામાં ઉછાળી જાણે પરમ-હર્ષ વ્યક્ત કર્યો.
પછી સાથીયા-સમક્ષ ચૈત્યવંદન કરી, બાળકના હાથે સવા રૂપિએ ભંડારમાં નંખાવી શ્રી ચિંતામણી-દાદાના દહેરે બાળકને લઈ જઈ દાદાને ભેટાવી, જમણા-અંગુઠે બાળક પાસે પૂજા કરાવી. પછી શ્રી અષ્ટાપદજીના દહેરે લઈ જઈ ચાર, આઠ, દશ, અને એના ક્રમે બિરાજમાન ચોવીસ–પ્રભુને પગે લગાડી બધેય સુંદર ફુલે બાળકના હાથે ચડાવરાવ્યા.
ત્યાર પછી મુખ્ય–ગર્ભગૃહની સામેની દહેરીમાં શ્રી પુંડરીક-સ્વામીની પાસે બિરાજમાન આદ્યગણધર શ્રી ગૌતમસ્વામીના દર્શન કરાવી નૂતન-વર્ષની મંગલમયતાને વધુ વ્યવસ્થિત રીતે સફલ કરવાના ઉદ્દેશ્યથી પૂજ્યશ્રીને કેવલજ્ઞાન દિવસ આજે હેઈ બાળક પાસે પૂજા કરાવી સુગંધી-પુની માળા ચઢાવી.
અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીના ચરણ-સ્પર્શ દ્વારા બાળકમાં શાસન-સમર્પિતતા અને પિતામાં મેહના સંસ્કારને છેદવાની પ્રબલ-શક્તિ પ્રગટે, એવી ભાવના હૈયામાં સુદઢપણે અંકિત કરી.
પછી નૂતનવર્ષની મંગલમયતા વિષય-વિકારના નિગ્રહ દ્વારા શાસન-મર્યાદા પ્રમાણે પ્રગટે એ હેતુથી તેવા વિશિષ્ટ શુભ-અધ્યવસાયની સફલ કેળવણી માટે બહારની વાડીમાં બિરાજમાન શ્રી નેમિનાથપ્રભુના દહેરે બાળકને લઈ જઈ ત્યાં પણ ખૂબ ભાવપૂર્વક કરતુરી-મિશ્રિત ચંદનથી જમણે અંગુઠે બાળક પાસે પૂજા કરાવી ભાલાસપૂર્વક શૈત્યવંદન કરી, સવા રૂપિઓ બાળકના હાથે ભંડારમાં નંખાવી, વિષય-વાસનાનું બળ ઘટે, એવી મંગલ-પ્રાર્થના દત્ત-ચિત્ત કરી.
લગભગ બારવાગે મગનભાઈ બાળકને આધ્યાત્મિક-શક્તિના વિશિષ્ટ કેંદ્રરૂપ જિનાલમાં લઈ જઈ દર્શન-પૂજન–સ્તવનાદિ દ્વારા નૂતનવર્ષની સફલતા “શાસનની મર્યાદા પ્રમાણે જીવનને ત્યાગ-સર્વવિરતિના પંથે લઈ જવામાં જ છે.”
એ વાત વિશિષ્ટ–ધર્મપ્રવૃત્તિઓથી સ્પષ્ટ કરી બાળકને પણ આજથી પાંચ મહિને શરૂ થાય છે તે “પંચ ત્યાં પરમેશ્વર” એટલે આ મહિનામાં પરમાત્મતત્ત્વની વિશિષ્ટ ઓળખાણ
|| ધૂળ ઢીમો / હેરી
સ