________________
!! ૮૦૨ ૨૪૦
શ્રી ગૌતમસ્વામીને રાસ સાંભળવા સુંદર-વસ્ત્રો પહેરી બાલકને પણ શુદ્ધ-વસ્ત્રો, નાજૂક આભૂષણા પહેરાવી આસપાસના ત્રણ-ચાર દહેરે દન કરી-કરાવી સાત વાગ્યે ઉપાશ્રયમાં જમનામહેન આવી ગયા.
માંગલિકશ્રવણ પછી પૂ. ગુરૂદેવની નૂતન-વર્ષીની મંગલમયતા, જિનશાસનની આરાધનામાં અને જિનશાસનની આરાધના ત્યાગ—તપ–સંયમની ત્રિવેણીમાં હાવાની વાત સાંભળી મગનભાઇએ જેમ બને તેમ વધુ ઝડપથી સ`વિતિ–માના સ્વીકારની દિશામાં સુદૃઢ-પગલાં ભરવાના સંકલ્પ કર્યાં.
જમનાબહેને પણ આગમધર-મહાપુરૂષની સ્પષ્ટ જણાતી જરૂરિયાત શીઘ્ર પૂરી થાય તેવી મંગલ-ભાવના ભાવી જીવનને પ્રભુ-શાસનના પંથે ટકાવી રાખવા દૃઢ સંકલ્પ કર્યાં.
મગનભાઇ પૌષધ પારી ઘરે આવ્યા, સામાયિકની ઓરડીમાં જઈ પંડિતજીને ત્યાંથી લાવેલ ભાવી, મહાપુરૂષ બાળકના મહત્વપૂર્ણ ફલાદેશના કાગળ વિગેરે સમક્ષ સૂચના મુજબ કરેલ અખંડ દીપક ખરાબર ચાલુ છે ને ? તે તપાસી નૂતન–વની મંગલ-કામના રૂપે શાસનનાયક શ્રી મહાવીર પ્રભુ અને પરમ-તારક પૂ. ગુરૂદેવ શ્રી અવેરસાગરજી મ. ના નાનકડા ચિત્ર સમક્ષ સંસારના કારમા બંધનોથી છૂટવાની તક વ્હેલામાં વહેલી મળે અને જન્મેલ બાળક શાસન-પ્રભાવક થઈ કુળ અજવાળે! એ શુભ-આશયથી પાંચ માંધી માળા અને એક દૂરની નવકારવાળી ગણી.
પછી પ્રભુ-પૂજા અર્થે દેરાસરે જતાં એક કલાક પછી બાળકને લઇ સ્નાત્રપૂજાના શાંતિકલશ વખતે આવવાની સૂચના જમનાબહેનને કરી
મગનભાઈએ શ્રી અજિતનાથ-પ્રભુના દહેરે, શ્રી મહાવીર-પરમાત્માના ગભારે ખૂબ-માવાલ્લાસ સાથે અષ્ટ-પ્રકારી પૂજા કરી ભક્તિપૂર્વક સ્નાત્ર ભણાવ્યું, તે દરમ્યાન જમનાબહેન પણ સ્નાન કરી પૂજાના-વસ્ત્રો પહેરી, બાળકને લઇ શ્રી અજિતનાથ–પ્રભુના દહેરે આવ્યા.
મગનભાઇવે સ્નાત્ર-પછીની અષ્ટપ્રકારી—પૂજા જમનાબહેન અને બાળક પાસે પણ કરાવી, આરતી-મ ંગળ દીવા ઉતારી પ્રભુ-શાસનના અલોકિક–પ્રકાશને જીવનમાં પાથરી ભવભ્રમણની જ્ઞત્તિ =પીડા દૂર કરવાના મનેરથાને સફળ થવાની આદ−પ્રક્રિયા અમલમાં મૂકી.
શાંતિકલશ વખતે બાળકને ખેાળામાં રાખી જમનાબહેનના હાથમાં રહેલ કળશમાં મગનભાઇએ પ્રભુના ન્હવણજલની અખંડ–ધારા ત્રણ નવકાર અને મોટી-શાંતિના મધુર સ્વરે ઘોષણાત્મક ઉચ્ચાર સાથે કરી.
બાળક પણ તે વખતે મરક-મરક હસતું રહી મગનભાઈના ઉચ્ચારો તરફ તાકીને જોઈ રહ્યું.
6) C
$X$ગ
૧૯૧