________________
200
નવરાત્રિનો મધ્યમ દિવસ એટલે ખૂબ જ શક્તિશાળી હાઇ જમનાબેનને નાહી—ધાઈ, બાળક હેમચંદને નવરાવી, શુદ્ધ વસ્રો પહેરાવી શ્રી વાસુપૂજ્ય પ્રભુના પૈતૃક દેરાસરે પૂજા માટે લાવવા સૂચન કર્યું.
મગનભાઈ એ પોતે નાહી-ધોઈ દેરાસરે જઈ વિધિ-ભક્તિપૂર્વક સ્નાત્ર ભણાવ્યું. તે દરમ્યાન જમનાબેન પણ બાળકને લઇ આવી ગયા.
મગનભાઈએ બાળકના હાથે સ્નાત્રના ત્રિગડામાં પધરાવેલ શ્રી શાંતિનાથ પ્રભુની અને મૂલનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુની જલ-ચંદન અને પુષ્પની પૂજા કરાવી. વીતરાગ–પ્રભુના શાસનની મર્યાદાનુસાર આંતરિક–આત્મશક્તિઓના વિકાસનું સુચાગ્યબળ બાળક મેળવી શકે, તે રીતે ભાવશુદ્ધિનું બળ વધારવા પ્રયત્ન કર્યાં.
પછી આરતી–મ’ગળદીયા ઉતારી, જમનાબહેન પાસે બાળકના હાથના સ્પર્શ કરાવવા સાથે શાંતિકશ કરાવ્યો. છેલ્લે શાતિકળશનું પાણી બાળકના માથે લગાડી આજના આસા સુદ પાંચમના લૌકિક રીતે નવરાત્રિના મહત્ત્વપૂર્ણ દિવસે વિશિષ્ટ આત્મ-શક્તિના સ ંચાર અર્થે બાળકને ખેાળામાં રાખી તેના મસ્તક પર હાથ ફેરવવા સાથે ૨૭ નવકાર ગણ્યા.
પૂજા પછી ચૈત્યવંદન આદિની વિધિ દરમ્યાન બાળક નાની વયનુ છતાં માતાની ગેાદમાં ચૂપચાપ રાવાની કે અશુચિની પ્રવૃત્તિ વિના સ્વસ્થતાથી સૂઇ રહ્યું.
પૂજા પત્યા પછી મગનભાઈ ઉપાશ્રયે લઈ જઈ પૂ. ગુરૂદેવ-ભગવંત પાસે જ્ઞાન-પૂજાપૂર્વક બાળકને વાસક્ષેપ નંખાવ્યે.
e
મગનભાઈ ઘરે પહાંચ્યા અને પૂજા–વસ્ત્રો બદલી રહ્યા હતા, દરમ્યાન પંડિતજીને ત્યાંથી એક છોકરા ખેલાવવા આગ્યે. એટલે મગનભાઈ “ હમણાં જ બે-ત્રણ કલાક પૂર્વે પંડિતજી ગયા છે. તાત્કાલિક શા માટે ખેલાવતા હશે ? ” એ ઉત્સુકતાથી ચાગ્ય-વસ્ત્રો પહેરી પંડિતજીને ઘરે ગયા.
પંડિતજીએ મગનભાઈ ને આવકાર્યાં કે શેઠજી ! ખરા ભાગ્યશાળી છે! તમે ! તમને એક આનંદ વધામણાં, આપવાનાં છે કે
“ અત્યારે અહીં શુકલ—યવેદીય માધ્યંદિન–વાજસનેયી શાખાના જયાતિષના પ્રકાંડ જ્ઞાતા, કાશીના પંડિતાએ આપેલ વિદ્યા-ચૂડાર્માણુ બિરુદથી શાભતા ધમ ગુરૂ શામળાજીથી ડાકોર જતાં અહીંના તેમના યજમાન બ્રાહ્મણાના આગ્રહથી બે-ત્રણ ખાળકોને યજ્ઞાપવીત આપવા માટે ઉપનયન–સ`સ્કાર કરાવવા જ્ઞાતિની વાડીમાં પધાર્યા છે.”
તમારે ત્યાં અવતરેલ મારી દૃષ્ટિએ તે અદ્વિતીય-અસાધારણ મહાપુરુષ-માળકના જન્મ સમયને અનુલક્ષી બનાવેલ જન્મકુડળી અને ચલિતકુંડળી તથા ગ્રહોનુ સ્પષ્ટીકરણ ક્રૂ કમાં તૈયાર
રિ
ત્ર
આ. જી.-૨૩
૧૭૦