________________
MSAVDVEVEETERE
તેમાં બાળક હેમચંદ પણ જાણે બધું સમજતો હોય તેમ જરા પણ ધાંધલ વિના શાંતિથી મોટી શાન્તિ સાંભળી રહ્યો.
છેલ્લે શારિતાની મત રાતવ્યમતિ” પાઠ વખતે શાન્તિજળ બાળકના માથે લગાડ્યું તે બાળક પ્રસન્ન થઈને હસવા માંડે.
બધા સ્વજને અને સ્નાત્રીયાઓ માત્ર સવા મહિનાનું બાળક આવી રીતે ધીર-ગંભીર બની દહેરાસરમાં રહે તે જોઈ અચરિજ પામ્યા, સાથે મહાપુરૂષ–તરીકેના ભાવી એંધાણ રૂપે આ વાતને પારખી માનસિક-સંતેષ મેળવ્યે.
આ રીતે સ્નાત્ર–મહોત્સવ પત્યા પછી શ્રી ચિંતામણિ દાદાના દહેરે બપોરે શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઠાઠથી હૃદયના ભાવોલ્લાસ સાથે નગારાં અને કાંસીજેડાની રમઝટ સાથે વિવિધ રાગ-રાગિણીઓ પૂર્વક ભણાવવામાં આવી, સહુને પેંડાની પ્રભાવના કરવામાં આવી.
બાળકના મોસાળ પક્ષે દાદા–મામા વગેરે રૈયા ગાંધીની ખડકીમાં રહેતા, તેથી મગનભાઈએ શ્રી શાંતિનાથ પ્રભુજીના દહેરે (ઢાંકવાડીમાં) પણ બધા પ્રભુજીને સોના-ચાંદીના વરખ રૂપેરીસોનેરી બાદલાની ભવ્યઘાટભરી અંગરચના, ઘીના સુંદર દીવાઓની સંજના સાથે કરાવી.
વળી મગનભાઈ વિવેકી શ્રાવક હોઈ બાળકમાં મોહના સંસ્કાર પ્રબળ ન બને તે હેતુ બર લાવવા અંતિસરીયા દરવાજે માણેક શેઠાણીની ધર્મશાળામાં બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુનું દહેરાસર હતું, ત્યાં પોતાના પિતરાઈ ભાઈ અને બાળકની માશી વગેરે કુટુંબીઓ મારફત સ્નાત્ર–મહોત્સવ, અષ્ટપ્રકારી પૂજા તથા ભવ્ય અંગરચના કરાવી.
વ્યવહારદક્ષ મગનભાઈએ જ્ઞાતિની વાડીમાં બપોરે અને સાંજે જ્ઞાતિજનોને જમણવારમાં વિવિધ રીતે સન્માન પૂર્વક જમાડવા સાથે દેરાસરમાં ભણાવાતી મોટી પૂજાઓ અને પિતૃક દેરાસરે શ્રી વાસુપૂજ્ય પ્રભુને, ઘર સામે ચૌમુખજીના દહેરે, શ્રી અજિતનાથ પ્રભુને અને શ્રી ચિંતામણી દાદાના દરે સેનેરી રૂપેરી વરખ, બાદલા અને જમનાબહેને કુદરતી પિસ્તાલીશ પિસ્તાલીશ ગુલાબની ભવ્ય અંગરચના કરાવવાના મનોરથ રૂપે વાડીઓમાંથી માણસ મોકલી તાજા સુંદર ગુલાબના ૪૫-૪૫ કુલે મંગાવી કરાવેલ ભવ્ય–આકર્ષક, પુષ્પની અંગરચનાના દર્શન કરવા દ્વારા વીતરાગ પ્રભુની વીતરાગતાની ભાવનાના હિલેરે ચઢવા મગનભાઈ આગ્રહપૂર્વક દેરાસરે તેડી જતા.
સહ મગનભાઈની આવી વિવેકભરી ધર્મનિષ્ઠા, વ્યવહાર-કુલાચારનિપુણતા સાથે બાળકના ધાર્મિક સંસ્કારની માવજત માટેની સુગ્ય–પ્રવૃત્તિની અનુમોદના સાથે વીતરાગ પરમાત્માની ભવ્ય અંગરચનાઓના દર્શનમાંથી અદ્દભુત ધાર્મિક-પ્રેરણા મેળવવા લાગ્યા.
આ રીતે ચાલીસમા દિવસે ચોથા સ્નાન પછીના વ્યાવહારિક-સૂતક નિવૃત્તિના કાર્યક્રમ પ્રસંગે ધાર્મિક વ્યવહારને અપનાવી મગનભાઈએ અંતરંગ-વિવેકબુદ્ધિને સફલ કરી.