________________
119 120 BLUM
આ ઉપરાંત બાળકના જન્મોત્સવ નિમિત્તે વિરતિમાર્ગની ઉપબૃહણુ દ્વારા જીવનમાંથી મેહનીય કર્મને શિથિલ કરવાના શુભ ઈરાદાથી ભા. સુ. ૧૪ના પૌષધ કરનારા શ્રાવક-શ્રાવિકાએનું શ્રીફળ અને સવા રૂપિયાથી બહુમાન કર્યું. અને પૂનમે પોતાના ઘર આંગણે નોતરી, ભક્તિભાવપૂર્વક જમાડી બાળક હેમચંદને ખળામાં રાખી તેના હાથે જયણના પ્રતીકરૂપ જણ તથા જમનાબેનના હાથે ચરવાની પ્રભાવના કરાવી આત્મસંતોષ મેળવ્યું.
આ રીતે બાળક હેમચંદની ગર્ભાવસ્થાથી બનતા વિશિષ્ટ પ્રસંગોથી અનુમાનિત મહાપુરૂષ તરીકેની ભૂમિકાને અનુરૂપ વિશિષ્ટ રીતે જન્મોત્સવ અને ધાર્મિક સંસ્કારોના સિંચનરૂપ વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા બાલ્યજીવનના પ્રાથમિક ઘડતરનું કાર્ય મગનભાઈએ તત્વનિષ્ઠા અને વિશિષ્ટ ધર્મકિયાના આંતરિક વલણથી સ્વતઃ પ્રાપ્ત થયેલ ભગતના ઉપનામની સફલતા થાય તે રીતે અને જમનાબેનની શ્રાવિકા તરીના વિશિષ્ટ સહકારથી કુટુંબી રવજનવર્ગને પણ ઘડીભર ચક્તિ કરી ધર્મની વિશિષ્ટ અનુમોદના થાય તે રીતે અપૂર્વ ધર્મોત્સાહથી કર્યું.
છે મહાપુરૂષોને અચિંત્ય પ્રભાવ
૦
ઉત્તમ કોટિના હાપુરૂષના પ્રભાવે • ચિત્ત શાંતિની પ્રાપ્તિ - ન્યાય-નીતિની ઉત્પત્તિ ૦ વિવેકરત્નની પ્રાપ્તિ ૦ યશ-કીર્તિને વધારે ૦ ધર્મનું પિષણું
૦ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ ૦ કુમતિને નાશ
૦ મિહને ઘટાડે ૦ દષ્ટિની નિર્મળતા
૦ કુસંસ્કારની નિર્બળતા –આદિ-આદિ જીવનશક્તિ વદ્ધક ગુણની પ્રાપ્તિ થાય છે.
૦
૦
૦
––સિંદૂર પ્રકર
ગા. ૬૬.