SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - પ. પૂ. આગમાદારક આચાર્યદેવશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ આ કાળના એવા જ પ્રતિભાવંત, જ્ઞાનગરિષ્ઠ, દરિયાવદીલ, શાસન-સંરક્ષક, ઊર્ધ્વગામી દષ્ટિવાળા, મહાપુરૂષ હતા. જેમની જીવન-જાતના સહારે તેમના દિવંગત પછી બીજા કેઈ તેજસ્વી મહાપુરૂષ ન પાકે ત્યાં સુધી સો-બસે વર્ષ સુધી સુજ્ઞજનો પોતાની જ્ઞાનપિપાસી તૃપ્ત કરશે અને શાસનને નિરાબાધિત રાખવાના તેમના શ્રેયને બિરદાવી શાસન પ્રત્યે અવિહડ-રાગવાળા બનશે. | M/ ગુજરાતમાં કપડવંજ, છાણી, રાધનપુર અને ખંભાત વગેરે જૈનધર્મના વાતાવરણથી ગુંજતાં ક્ષેત્રો છે. જોકે , 1 2 આર્યાવર્તમાં જન્મનાર માણસને તેના વાતાવરણમાંજ ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ કપડવંજમાં જન્મ લેનાર આપણા ચરિત્રનાયકશ્રી હેમચંદને ક્ષેત્રથી ધાર્મિક-સંસ્કાર મળ્યા હતા. 2 tી ને વધુમાં પિતાને દઢ-ધર્મરાગ અને માતાના સારા સંસ્કારાના કારણે બાળપણથી જ તેમના ધાર્મિક સંસ્કાર દઢમૂળ બન્યા. / છે. વિ. સં. ૧૯૪૩ના માગસર સુદ-૯ અને મહા સુદ ૩ના દિવસે પોતાની બાર વર્ષની ઉંમરે ઉદેપુરમાં પોતાના પિતાના પરમારાય ગુરુદેવ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને જે બે કાગળ લખ્યા છે (કે જે આ ગ્રંથના ૨૫૦–૨૫૧મા પાના ઉપર છપાયા છે) તે કાગળો તેમનામાં બાલપણુમાંજ ધર્મ પ્રત્યે કેટલે દઢરાગ અને સંસાર પ્રત્યે કેટલી ઉદ્વિગ્નતા હતી ? તેને પૂરવાર કરે છે. માતાની મમતાના કારણે લગ્ન કર્યા પછી પણ તે દઢ વૈરાગ્ય અખલિતપણે સાચવી રાખી દીક્ષા અંગીકાર કર્યા પછી તેમને ઘરે પાછા ફરવાના કાર્ટના ફરમાન વખતની હિંમત, દુરંદેશીપણું અને ફરી દીક્ષા સ્વીકાર, આ બધું જીવનચરિત્રમાં આપવામાં આવશે તે પૂર્વભવમાં અધુરા યોગો પૂરા કરવા જન્મ લેનાર આ મહાપુરુષ છે. સેળ-સત્તર વર્ષની ઉંમરે દીક્ષા લીધા બાદ એક જ વર્ષમાં ગુરુની છત્ર-છાયા ગુમાવનાર આ મહાપુરુષ આપ-બળે કેટલા આગળ વધ્યા ? અને કેવા મક્કમ હતા ! તેને પુરા વિ. સં. ૧૫રનો સંવછરીના પ્રસંગ જૈનશાસન સમક્ષ મોજુદ છે. - પ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરિ નીડરપણે સત્ય-વસ્તુના આગ્રહી, શાસનના પરમ સંરક્ષક, વૈચાવચ્ચ-પ્રધાન દષ્ટિવાળા, શ્રતના પારગામી, શ્રુતના સંરક્ષક, દીર્ઘદ્રષ્ટા દયાળુ, ગંભીર અને શાસન-પ્રભાવક મહાપુરુષ હતા. ૧૭]
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy