________________
KES HUNTEMAS
તે પૂજા મહોત્સવમાં ૧૧ છોકરા ૧૨ છોકરીઓ, ૧૦ બહેને, ૬ પુરૂષ ૪ સાધ્વીજી મહારાજે અને ૨ સાધુ મહારાજ ઉપસ્થિત હતા,
કુદરતી ભાવીયેગે આ બધાને સરવાળે ૪૫ ને થયે, તેમાં વળી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ ૧૦ પન્ના, ૬ છેદ સૂત્ર, ૪ મૂળસૂત્ર, અને બે ચૂલિકા સૂત્રોને પણ સંખ્યાની દષ્ટિએ કમ જળવાઈ રહ્યો. | મગનભાઈ અને જમનાબહેન અને આંકડો અને અંગઉપાંગ આદિની સંખ્યાને મેળ મળી ગયેલે જોઈ ખૂબ આનંદિત બન્યાં.
આમ ધર્મારાધનામાં અસાડ વદ અમાસને દિવસ દિવાસા તરીકે લેકે ઉજાણીના નામે હરવા–ફરવામાં, ખાવા-પીવામાં ઉજવે, જ્યારે પુણ્યશાળી વિવેકી–દંપતિએ જાણે ગર્ભસ્થ બાળકની પ્રેરણાથી અદ્દભુત જિનભકિત–મહોત્સવમાં અસાડ વદ અમાસને આખો દિવસ ધર્મમય રીતે પસાર કર્યો, સાંજે જમનાબહેને મગનભાઈ મારફત ચિંતામણિ દાદાના દહેરે તથા શ્રી અજિતનાથ પ્રભુના દહેરે ચઢાવે લઈને પણ આરતિ-મંગળદીવાને લાભ લેવા પ્રેરણા કરી તે અનુસાર મગનભાઈએ બંને જગ્યાએ ભાવપૂર્ણ ઉલ્લાસથી આરતિ-મંગળ દીવ ઉતાર્યો.
પછી મગનભાઈ પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયા. જમનાબહેન નવકારના જાપમાં લીન બન્યાં, રાતના નવ વાગ્યા પછી સાહજિક શારીરિક વિકૃતિઓ પ્રસવપૂર્વેની શરૂ થવા લાગી જાણકાર બાઈઓએ યથાયોગ્ય ઉપચારે ચાલુ રાખ્યા.
મગનભાઈ પ્રતિક્રમણ કરી જ્ઞાન-ચર્ચા કરી સંથારપારસીના સમયે ઘરે આવ્યા.
જમનાબહેનની નાજુક સ્થિતિ જોઈ મગનભાઈએ પુછ્યું કે–કેમ છે? જમનાબહેને કહ્યું કે–સારૂં છે, તમે સંથારાપારસી ભણાવીને આવ્યા ? મારે સંથારપારસી સાંભળવી છે, મગનભાઈ એ કહ્યું કે હું સંભળાવું ! .
પછી મગનભાઈએ મંદ-મધુરસ્વરે સંથારાપારસી સંભળાવવા માંડી, જમનાબહેન તેના શ્રવણમાં તેવાં લીન થઈ ગયાં કે પ્રસવપૂર્વેની અસામાન્ય શારીરિક પીડાઓ વિસરી ગયાં, ખૂબ ઉલ્લાસભેર સંથારાપારસી સાંભળી.
“ દુઝ પો ” તથા “= મળr a” બે ગાથાના શ્રવણમાં ખૂબ ભાવની એકાગ્રતા સાથે લીન થયેલાં.
સંથારાપારસી પૂરી થયા પછી “શરુ કે હુ માવો’ ગાથાના ચિંતનમાંથી સુવાવડને પ્રસંગ ઘણાને જોખમી-વિકૃતરૂપે બને છે, તેથી પાણી પહેલાં પાળની જેમ પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવાની ઈચ્છા જમનાબહેનને થઈ.
આ
ગામો તે
ફીક)