________________
War
-
-
--
-
-
ચૌવિહારનો વિચાર હતો, પણ આવતી કાલની ચૌદશની આરાધનામાં વિક્ષેપ ન આવે તેથી તિવિહાર કરેલ છે, બને ત્યાં સુધી પાણી પણ નથી લેવું, દેવગુરૂકૃપાએ બધું ઠીક થશે.”
એમ કરતાં શ્રી નવકાર મહામંત્રના સ્મરણમાં લીન થયાં, જાણકાર બાઈઓએ પેટ અને પેઢુના ભાગે દેશી એસડીયાં ઘસીને લગાવ્યાં.
- જમનાબહેન તે શ્રી નવકારના ધ્યાનમાં લીન બની નિદ્રાવશ થઈ ગયાં, લગભગ ૧૨ વાગે તેજસ્વી પ્રકાશપુંજમાંથી કો'ક દિવ્યપુરૂષે જમનાબહેનને સંબધી કહ્યું કે
ભદ્રે ! ચિંતા ન કર ? તારી કુક્ષિએ વર્તમાનકાળે મહાન આગમધર મહાપુરૂષને જન્મ ૨૪ કલાક પછીની મધ્યરાત્રિએ થનાર છે. "
વિષમ કળિકાળમાં તેમના પ્રગટાવેલ આગમોની વ્યાખ્યાના દીપકના અજવાળે અનેક ભવ્યજીવોનું કલ્યાણ થશે, ખરેખર તમે રત્નકુક્ષિના સૌભાગ્યવંતા બિરૂદવાળાં છે, લે ! હવે તમારા પેટને દુખા શમાવી દઉં છું, હવે કંઈપણ તમને તકલીફ નહીં થાય, આવતી કાલે પણ નિરાબાધ પણે સરળતાથી તમે મહાપુરૂષને જન્મ આપશે.” આવું કહી તે દેવ અદશ્ય થયે, ડીવારે ઝબકીને જમનાબહેન જાગી ઉઠયાં.
જાણકાર બાઈઓ બેઠેલી, તેઓ કહે કે “કાં બહેન ! ઝબક્યા કેમ ? કેમ છે પેટમાં તમને ? હજી તે અમે એકવાર જ દવાને લેપ લગાડ્યો છે, બીજી દવાઓ ભેળવીને હવે બીજો લેપ તૈયાર કર્યો છે ! પણ જરા તમારી આંખ મળી ગઈ એટલે અમે તમારી નિદ્રામાં ભંગ ન પડે એથી જરા થંભી ગયાં હતાં.”
હવે બેલે કેમ છે ? આ લેપ કાઢીને બીજે લગાડી દઈએ ને !”
“સુવાવડમાં છેલ્લા દિવસોમાં આ દુખાવે લગભગ થાય જ છે, તમે પુણ્યશાળી છે કે ! તમને નવમા મહિના ઉપર પાંચ છ દિવસ થયા, હવે તે પ્રસવની તૈયારી છતાં તમને પહેલીજ વાર આ દુખાવો થ, નહીં તે આઠમા-નવમા મહિનામાં વારંવાર આવા દુખાવા થાય જ ! કેટલીય દવાના ઉકાળો પીવા પડે અને પેટે થરના થર લગાડી રાખવા પડે.”
તમે ખરેખર પુણ્યશાળી છે ! પણ હવે બોલે ! કેમ છે તમને? બીજો લેપ ચઢાવી એને ! કંઈ રાહત ખરી આ લેપથી ?”
સ્વપ્નમાં જોયેલ અદ્દભુત દશ્યની વાત પતિદેવ સિવાય બીજાને કહેવાય નહીં, પણ પેટને દુખાવો સાવ અદશ્ય થયેલ તેથી પેલી ઉપચાર માટે તત્પર જાણકાર બાઈઓને જમનાબહેને કહ્યું કે--
“મને પેટમાં હવે જરાપણ દુખાવે નથી, માટે હવે લેપની જરૂર નથી.