________________
027422
ઘેાડા સમય પછી ાત્રી ઓળી આવી, તે પ્રસ ંગે પૂ. ૫. શ્રી ઉઘાતવિજયજી મ. ત્રણ ઠાણા સાથે વિહારક્રમે પધારેલ, શ્રી સંઘના આગ્રહથી તેઓ ચૈત્રી ઓળી કરાવવા રોકાયા. તેમાં પૂ. શ્રી નયવિજયજી મ. ખૂબ સારા જ્ઞાની, શાસ્ત્રીય-પદાર્થની સમજુતી
આપનાર હતા.
જમનાબહેન સ્વામીનાથની સાથે નવપદ્મની એળી તે। દર વખત કરતાં, પણ આ વખત વિધિપૂર્વક અને વણુ પ્રમાણે ધાન્ય—એક જ દ્રવ્ય વાપરવાના અભિગ્રહ સાથે નવપદજીની આળી આરાધવા ભાવના જાગી.
તેમાં પૂ. નયવિજયજી મ. ના નવપદજીની ઓળીની ત્રણ દિવસ પૂર્વનાં વ્યાખ્યાનેાથી જમનાબહેન ખૂબ પ્રભાવિત અન્યાં, સુ. ૭ થી ઓળીની આરાધના શરૂ થઈ.
સ.ધ્વીશ્રી ઉદ્યોતશ્રી મ. જમનાબહેનની ભાવનાને પારખી તેમની ઉદ્દાત્ત ભાવનાને ખૂબ સારી ઉત્તેજના આપવા પૂર્વક ધર્મક્રિયાઓનુ અદ્ભુત રહસ્ય વારંવાર સમજાવતાં.
મીજી અનેક શ્રાવિકાએની અપેક્ષાએ જમનાબહેન આ વખતે જ ક્રિયા સહિત એળીમાં જોડાયા છતાં તેની મંગળ ભાવના, ધીરગંભીર પ્રકૃતિ અને ગભસ્થ બાળકની ઉદાત્ત પુણ્ય-પ્રતિભાથી વગર કહ્યે પણ સઘળી શ્રાવિકાઓનાં અગ્રસર નાયક બન્યાં, સહુએ જમનાબહેનની નિશ્રામાં આરાધના કરવાનું નકકી કર્યું..
રાત્રિસંથારા ઉપાશ્રયમાં જ રાખી સવારે ૪ વાગ્યાથી ક્રિયાની શરૂઆત જમનાબહેન ઉમંગભેર કરતાં-કરાવતાં.
જે દિવસે જે પદ્મ હાય તેના કાઉસગ્ગ ઉભા ઉભા કરી મંઢ–સ્વરે યાગ્ય સમયે રાઇપ્રતિક્રમણુ કરી પડિલેહણુ કરી દેવવંદન કરતાં.
પછી દહેરાસરે જઈ વીતરાગપ્રભુનું ભક્તિપૂર્વક ચૈત્યવ ંદન કરી શ્રી નવપદ્મ-સિદ્ધચક્રજીની ત્રિગડામાં સ્થાપના કરી નવપદના જુદા જુદા વિશિષ્ટ ભાવવાહી અથ— ગંભીર દુહા ખેલવા સાથે પ્રદક્ષિણા પૂર્ણાંક વાસક્ષેપ પૂજા કરતાં.
પછી નવપદમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પ્રથમપદમાં બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માની વિશિષ્ટ ભક્તિરૂપે નવપદની આરાધનાથી સુર્યેાગ્ય આત્મિક—મળની કેળવણીના શુભ–આશયથી શ્રી અજિતનાથપ્રભુ (ચૌમુખજી)ના દહેરામાં મૂળનાયક પ્રભુ અને જુદા જુદા ગભારા સમક્ષ નવ ચૈત્યવંદન દરમ્યાન ભાવવાહી અતરવેદનાને વ્યક્ત કરતાં પૂર્વાચાકૃત પૂજાની ઢાળેા–સ્તવના આદિથી આન ંદ–વિભાર બનતા.
કયારેક અનુકૂળ સમયે શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે, શ્રી અષ્ટાપદજીના દહેરે,
ત્ર
જી
આ. જી.-૧૯
૧૪૫