________________
SƏHVVZEMRE
શ્રી ચિંતામણિ દાદાને દહેરે, ક્યારેક અંતિસરીયા દરવાજે માણેક શેઠાણુએ બંધાવેલ શ્રી નેમિનાથ પ્રભુના દહેરે, એમ જુદા જુદા દહેરાસરોએ જઈ ભક્તિભાવપૂર્વક શ્રી નવપદની આરાધનાથી અંતરને ભીંજવી–વીતરાગ પરમાત્માની અપૂર્વ ભક્તિબળે વર્તમાન વિષમ-કળિકાળના પંજામાં ફસાયેલ આરાધક–પુણ્યાત્માઓને તાત્વિક–દષ્ટિની પ્રાપ્તિ અને ગ્ય આગમિક–પદાર્થોનું અવગાહન કરી સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર કેક પુણ્યશાળી મહાનુભાવ શ્રી સંઘને અધિનાયક બને, એ ભાવના મૂકરૂપે પણ વ્યક્ત કરતાં.
શ્રી નવપદની આરાધના દરમ્યાન ત્રીજા આચાર્યપદની આરાધના વખતે જમનાબહેને વર્તમાનકાળે શાસનની ધુરાને આગમિક-જ્ઞાનની ગંભીરતા અને શ્રુતજ્ઞાનની વિશિષ્ટ પરિણતિબળે પ્રવચનિક પ્રભાવક તરીકે રહી શકે તેવા મહાપુરૂષ વર્તમાનકાળના જીવોને સુંદર માર્ગદર્શન આપે તેવી ભાવના ખૂબ ભાવી.
એ જ પ્રમાણે સાતમા દિવસની આરાધના પ્રસંગે સૂર્ય, ચંદ્ર, રત્નમણિ આદિના તેથી પણ વધુ કિંમતી ઉપયોગી શ્રુતજ્ઞાન રૂપ તને ઝળહળતી બનાવનાર કોક મહાપુરૂષ હવે આ જગતમાં પ્રભુશાસનને જલદી અજવાળે એવી મંગલ ભાવના ભાવી સમ્યગદષ્ટિ શાસનદેવને શાસનની ઉજજવળ યશગાથા વિસ્તારવા ધ્યાન આપવા માટેની વિનંતિ કરી.
છેલ્લા દિવસે પાંચઝાડ મુનિ સાથે આ યુગની આદિમાં શ્રી શત્રુંજય પર્વત પર સર્વપ્રથમ મોક્ષે પધારનાર શ્રી પુંડરીક ગણધર ભગવંતના મુક્તિગમનની સાથે નવપદની આરાધનાથી નિબિડ-નિકાચિત કર્મોને તેડી શકવાની વિશિષ્ટ શક્તિને કેળવી આરાધના માટે નડી રહેલા અંતરાયકર્મ, મેહનીયકર્મ આદિના પશમ માટે અપૂર્વ મનોબળ કેળવ્યું.
સાતમે મહીને શરૂ થયે અને ગર્ભસ્થ જીવના વિશિષ્ટ આરાધક-અધ્યવસાયની અસર જમનાબહેનને થવા માંડી.
મગનભાઈની જેમ જમનાબહેન પણ ઉપાશ્રયમાં બહેનેને ભેગી કરી જાણે કંઈ ઉંડી તાત્વિક વસ્તુ ચર્ચતાં હોય તેવી ગંભીરતાથી શ્રુતજ્ઞાનની, તેની પ્રભાવના કરાવનારા મહાપુરૂષેની, શાસનના ધુરંધર આઠ પ્રભાવકોની અને વર્તમાનકાળે આગમની હસ્તલિખિત પ્રતે જ્ઞાનભંડારોમાં અ–પડિલેહણ સ્થિતિમાં કેવી પડી રહી છે? તેને ખ્યાલ આપી આ બધાનો સરખી રીતે જીર્ણોદ્ધાર કરાવી શકાય તેવી મંગળ ભાવના વ્યક્ત કરતાં.
પ્રભાવક ચરિત્ર, પટ્ટાવલી સમુચ્ચય આદિ ગ્રંથમાંથી આગમની ભક્તિ કરનારા મહાપુરૂષોની વાત સાંભળવાની જિજ્ઞાસા પૂ. સાધ્વીજી મ. પાસેથી તથા શ્રી મગનભાઈ પાસેથી અવાર નવાર પૂરી કરતાં.
તે સાંભળી “અહો ! આ મહાપુરૂષએ તે તે પ્રસંગે ભવ્યને પરમાધાર–સ્વરૂપ
(આ) Bગ દરમાં