________________
Iિો , 1 . 2018
પણ આગમન અર્થોની વ્યાખ્યાઓના સાચા માનદંડ રૂપે કોક મહાપુરૂષ જાણે આવી રહ્યા છે, તેવું કલ્પના-દશ્ય નિહાળી આનંદ-વિભેર બની જતાં.
આમ જમનાબહેન એક પછી એક આવતા પર્વના વિશિષ્ટ દિવસમાં ચડીયાતા ભાવોલ્લાસ સાથે આરાધનામાં જોડાઈ જાણે કાંઈક મેળવી સમૃદ્ધ બનતા હોય તેવા ઉલ્લાસમાં અજબ રીતે પ્રસન્ન થઈ રહેતાં.
થોડા સમય પછી ફાગણ માસની માસીની અઠ્ઠાઈ આવતાં ધર્મનિષ્ઠ બનેલ જમનાબહેન ગર્ભસ્થ મહાપુરૂષના પ્રભાવે જયણામાં વધુ તત્પર બન્યાં.
મિથ્યાત્વના પર્વ તરીકે હોળી અંગેના લૌકિક રિવાજોને ફગવી દઈ માસીની અઠ્ઠાઈ દરમ્યાન ચૌમુખજીના દહેરે, શ્રી ચિંતામણિદાદાના દહેરે, શ્રી અષ્ટાપદજીના દહેરે, શ્રીવાસુપૂજ્ય પ્રભુના મંદિરે અવારનવાર સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવતા, અને અવિરતિ પણ દેવે શુદ્ધસમ્યકત્વના બળે શ્રીનંદીશ્વરદ્વીપમાં જઈ ચારિત્ર–મેહના આવરણને ખસેડવાના ધ્યેયથી વીતરાગ પ્રભુની જે આદર્શ ભક્તિ ભવ્ય-ઉદાત્ત પૂજા–સામગ્રી લાવી કરે છે, તે બધું ધ્યાનમાં લઈ ભવ્ય ભાલ્લાસ સાથે ધર્મનિષ્ઠ મગનભાઈનાયેગ્ય સહકારથી વિધિપૂર્વક સ્નાત્ર–મહોત્સવ કરી ભાવના ભાવતાં.
હે પરમાત્મન ! આ ભીષણ સંસારમાં આપે સ્થાપેલ શાસનની આરાધના આપના વિરહે આપની પ્રતિમા અને આગના આધારે જ અમ જેવા આત્માઓ યથાશક્ય કરી શકે, જિનપૂજા તે સદ્ગુરૂએ દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે યથાશક્ય કરીએ છીએ, પણ હે પ્રભો ! આગમે તે પોથીઓમાં બંધાઈને પેટી-પટારામાં છે. કેક પુણ્યવાન બાવચનિક પ્રભાવક થાય અને આ બધાં આગના નિગૂઢ ત સમજાવે ! અમારા જેવા સંસારમાં ફસેલાઓને ઉદ્ધાર કરે! એવું કંઈક થાય તે સારૂં!” આવી આવી ઘણી ભાવના અંતરના ઉમળકાથી જમનાબહેન ઘણી વાર કરતાં.
મગનભાઈ પણ જમનાબહેનમાં છેલ્લા ૪૬ મહિનાથી આગમિક ભક્તિ-બહુમાનની જન્મેલ ધગશ નિહાળી ખુશ થતા અને એ સંબંધી જમનાબહેનની ભાવનાના શબ્દો સાંભળી વધુ સંતુષ્ટ થતા.
આખરે મારા હૈયાની ભાવના સંયમના પંથે જવાની છે, તેમાં પ્રબળ–અંતરાય રૂપ જમનાબહેન જે આ રીતે આગમિક-ભક્તિથી ઓતપ્રેત બની રહે તો મારે માર્ગ સરળ રહે, એમ વિચારી મગનભાઈ પણ આગમની મહત્તાને બતાવનાર અનેક સ્તવને, પદ, સક્ઝા, મધુર સૂરીલા કંઠે સંભળાવી જમનાબહેનની ભાવનાને બિરદાવતા.
ફાગણ માસીને છઠ્ઠ કરી પૌષધની ભાવના જમનાબહેનને થઈ, મગનભાઈ તે દર ચૌદશે પૌષધ કરતા જ ! જમનાબહેનને ઘણુ વાર પૌષધની પ્રેરણા કરેલ, પરંતુ વિરતિના પંથે