________________
MSÄTZEMRE
E
દશ દિવસ પછી કારતક પુનમના મંગલ દિને કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મ. ના જન્મ દિવસે જમનાબહેને એવી મંગલ ભાવના ભાવી કે “આજના કાલે આવા સમર્થ આગમ પ્રભાવક મહાપુરૂષની જરૂર છે, હે! શાસનના અધિષ્ઠાયક દે! એવું કાંઈક કરો કે-આવા મહાપુરૂષના પગલાં આ ધરતી ઉપર થાય, અને ભાન ભૂલેલા જનતા શ્રતજ્ઞાનના ચીધ્યા માર્ગે આવી ઉજજવલ જીવન-સાધના કરે.”
આમ એક પછી એક ધર્મની આરાધનાના પ્રસંગમાં જમનાબહેન ન જાણે કેમ સહુ કુટુંબીઓના અને ખુદ મગનભાઈના આશ્ચર્ય વચ્ચે દિન-પ્રતિદિન ખૂબ ઉમંગ સાથે સક્રિય ભાગ લેતાં અને નિર્મળ ભાવના આંદોલન દ્વારા આત્મ-શકિત અને અનુભવ કરતાં.
સુશ્રાવક મગનભાઈ પણ સ્વપ્નાનુસારે પુણ્યવાન જીવ ગર્ભમાં આવ્યાની ઉદાત્ત ધારણને અનુરૂપ અવારનવાર બપોરે-રાત્રે સમય મળતાં જમનાબહેનને શ્રી જબૂસ્વામીજી, શ્રી સ્કૂલભદ્ર સ્વામીજી, શ્રી ધના અણુગાર, શ્રી ધના–શાલિભદ્રજી આદિ મહાપુરૂષોની સજઝાયો સંભળાવતા.
વધારામાં પરમાત્મા મહાવીર પ્રભુના નિર્વાણથી ૧૦૦૦ વર્ષના ગાળામાં ૪ વખત પડેલ બાર વર્ષના દુકાલના પ્રસંગે તે તે વખતના કૃતધર મહાપુરૂષોએ મુખપાઠ ચાલ્યા આવતા આગમના સંરક્ષણ માટે કરેલ ભગીરથ પ્રયત્ન રૂ૫ આગમ-વાચનાના પ્રસંગ-કથાનકે અવાર–નવાર સંભળાવી શ્રાવિકાના હૈયામાં ઘુંટાતી હવે આગના તાત્વિક વારસાને સમૃદ્ધ રીતે જાળવણી કરનાર કોણ! એ ગુંચને જાણે-અજાણે પણ ઉકેલ રજુ કરતા.
ત્રીજા-ચોથા મહિનાની આસ-પાસ જમનાબહેનને ઉપાશ્રયમાં રહેલ પ્રાચીન હસ્તલિખિત આગમોની પ્રતનું પડિહણ કરી વ્યવસ્થિતપણે પ્રમાર્જના પૂર્વક ગોઠવવાનો ભાવ જાગે, અને પૂજ્ય સાધ્વીજી મ. ની દેખરેખ તળે તે ભાવના મગનભાઈ એ પૂર્ણ કરાવી.
વળી શ્રી ભગવતી સૂત્ર, શ્રી સુયગડાંગ સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર જેવા તાત્ત્વિક અર્થગહન આગમની વાસક્ષેપ પૂજા, બહુમાનની ભાવના જાગી, તે પણ મગનભાઈએ ગર્ભસ્થ બાલકના મને ગત ભાવોની અસરને ધ્યાનમાં રાખી ગુરૂ–મહારાજ પાસે લઈ જઈ રૂપા નાણુથી વાસક્ષેપ પૂજા કરાવી પૂરી કરાવી.
પિષ વદ ૧૩ના મંગલ દિને આ યુગના આદિ તીર્થકર અઢાર કડાકડી સાગરોપમના અજ્ઞાનના અંધકારને ઉલેચનાર, શાસનની ગરિમાને ભવ્યાત્માઓના માનસમાં સર્વ પ્રથમ સ્થાપનાર શ્રી કષભદેવ પરમાત્માના નિર્વાણ દિવસને અનુલક્ષી તેઓએ સ્થાપેલ આત્મ-કલ્યાણના રાજમાર્ગ જગતના પ્રાણીઓને મેરૂ પર્વતની જેમ આધ્યાત્મિક શુદ્ધિ માટે માનદંડ રૂપ હોઈ જ્ઞાનીઓએ કરેલ મેરૂતેરસના નામાભિધાનના મર્મને યથે ચિતરૂપે વિચારમાં ગરક બનેલ જમનાબહેન ઝબકીને
MURLUCHE