________________
૧૦૨૨૨
અજાણતાં પણ જમનાબહેને વમાનકાલે તરણુ—તારણહાર તરીકે વિદ્યમાન ૪૫ આગમેની મૂક રીતે પણ આરાધના ગર્ભસ્થ જીવના પુણ્ય પ્રતાપે કરી મનમાં ઘુંટાતી આગમના વારસાને હવે જાળવી શકે એવા કા’ક–સ ંઘમાં પ્રગટે તેા સારૂં – એ ભાવનાને મૂર્ત્ત સ્વરૂપ આપવાના સાહજિક પ્રયત્ન કરી અવર્ણનીય આત્મ-સતાષ મેળવ્યે.
દરવર્ષ કરતાં વધુ ઊમંગ સાથે દીવાલીની આરાધના આવી અનુપમ ભાવદીપક રૂપ શ્રુતજ્ઞાનના પ્રકાશ ફેલાવવાની સ્ફુરણા સાથે કરી અને નવા વર્ષે શ્રી ગૌતમ સ્વામીજીના કેવલજ્ઞાનના પ્રસંગથી મેાહના ખધન છેઢવાની વાતને જરૂરી સમજી, મેહના અંધકારને સ ંપુણ્ રીતે હઠાવનાર શ્રુતજ્ઞાનના દીવાને અજવાલે વત માન કાલે શાસનના જયજયકાર કરે તેવા મહાપુરૂષની કામના કરવા રૂપે શુભાશસાની દિવ્ય-રેખાઓ હૈયામાં પાથરી.
ત્રણ દિવસ પછી વર્ષના પ્રારંભનુ સૌભાગ્યપંચમી રૂપે ઓળખાતુ શ્રુતજ્ઞાનની મહત્તાને આમાલ–ગોપાલ જન–સાધારણના હૈયામાં વિસ્તારનારૂં મહાપર્વ આવ્યું, જે પ્રસંગે શ્રીસ’ઘ તરફથી જ્ઞાનની એરડી શણગારી શ્રી તીથંકર ભગવંતે જગતના પ્રાણીમાત્રના હિતાર્થે પ્રરૂપેલ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના કાલખળે વારસામાં થેાડાક અવશેષો હાલમાં ૪૫ આગમરૂપે રહ્યા છે, તેની સુંદર ભાવવાહી સ્થાપના ઉપાશ્રયમાં કરવા આવેલ, ત્યાં જઈ જમનાબહેને ન જાણે કેમ! પણ દર વર્ષ કરતાં વધુ ઉમંગથી પૌષધ લેતાં પુર્વે સુદર સુગંધી તાજું શુદ્ધ ગાયનું ઘી ઘરેથી લાવી પીત્તલની દીવીમાં પાંચ-બત્તીના સુંદર દીવડા પ્રગટાવી જ્ઞાનની વિવિધ સ્તુતિએ બેલી વિષમ કલિકાલમાં પરમાધાર સ્વરૂપ શ્રુતજ્ઞાનના વારસાની વત માન કાલે પેટી-પટારામાં પુરાઇ રહેવાની અવસ્થાને વિચારી ‘કો'ક પુણ્યવાન મહાપુરૂષ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના મળે ગીતા મહાપુરૂષની દોરવણી અને આજ્ઞા પ્રમાણે આ બધાને બહાર લાવી યાગ્ય અધિકારી પૂ. સાધુ-સાધ્વી ભગવતાના હાથમાં આપી સ્વ-પર કલ્યાણકારી શ્રુતજ્ઞાનના જયવત ડંકા વગાડે—આવી આવી પરમેાચ-ભાવનાઓ સાથે પાંચ ધાન્યની પાંચ ઢગલીએ કરી જ્ઞાનના ઉપકરણ તરીકે પાટી, પેન, કાગળ, કલમ વગેરે ચઢાવી ખૂબ ભાવપૂર્વક શ્રુતજ્ઞાનને વંદના કરી જીવનને ધન્ય—પાવન બનાવ્યાના સતાષ અનુભવ્યા.
પછી ધનિષ્ઠ સ્વામિનાથના પગલે, કદી નહિ કરેલ છતાં વિશિષ્ટ ભાવાલ્લાસ સાથે ઉપાશ્રયે જઈ વિધિપૂર્ણાંક આઠ પ્રહરના પૌષધ અને ચોવિહાર ઉપવાસ મૌનના અભિગ્રહ સાથે ઉચ્ચાર્યાં.
જ્ઞાનપંચમીનું વ્યાખ્યાન અને દેવવંદનમાં ખૂબ ભાવેાલ્લાસ સાથે ભાગ લઇ ઉભા—ઉભા ૫૧ લાગસ્સના કાઉસ્સગ્ગ કરી શ્રુતજ્ઞાનની વિશિષ્ટ આરાધના માટે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદના પ્રતીક રૂપે ૧૪ લાગસના, દ્વાદશાંગીની અપેક્ષાએ ૧૨ લેગસ્સના, અને ૪૫ આગમની અપેક્ષાએ ૪૫ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી અને જ્ઞાનપદની ૨૦ નવકારવાલી ગણી, હૈયામાં જાણે શ્રુતજ્ઞાનના અનેરા ઉમગના દરિયા લહેરાઈ રહ્યો, અંતરગ ખુશી આનદની અજબ સ્ફૂતિ અનુભવી.
6.
Gન
૧૪૧
(06/0