________________
સિટિotી
આ. સુદ ૧૪ની ચારિત્રપદની આરાધનામાં મગનભાઈની હૈયાના તારના ઝણઝણાટ વાળી, સંયમ-ગ્રહણની અપૂર્વ—તમન્નાવાળી આરાધનાની વિધિ દરમ્યાન કંઠની મધુરતા, શબ્દોચ્ચારણનું ઓજસભર્યું સૌષ્ઠવ અને સંવેગ-નિર્વેદ ભાવની છલકામણું રૂપ બંને આંખમાંથી વહેતી અશ્રુધારા સાથે મગનભાઈની ઉદાત્ત ભાવના સાથે થયેલ “સંયમ શું રંગ લાગ્યું, રંગ લાગ્યો ચેલમછઠ” (પૂ. પદ્મવિજયજી મ.) નવપદજીની આઠમી ઢાળના સુમધુર ગુંજનથી જમનાબાઈ ખૂબ પ્રભાવિત બનેલ.
પરિણામે દેવદુર્લભ સંયમી-જીવનના પથે જવાની પવિત્ર ફરજ શ્રાવક-શ્રાવિકા તરીકે દરેકની હોવા છતાં, તથા પિતાના પતિ એ પંથે જઈને સંસ્કારવશ પાછા આવ્યા છતાં, એ પંથે ચઢતા-પરિણામે જવા તૈયાર છતાં મેહઘેલછાભર્યા દુરાગ્રહથી મેં કેટલે અંતરાય બાંધ્યો ?” કેટલું મોહનીય બાંધ્યું ? આદિ ઊંડી–વિચારણામાં જમનાબહેન ગરક થઈ જઈ પશ્ચાત્તાપથી અંતરના મળને છેવાને સક્રિય પ્રયત્ન કરી શક્યાં.
જેના બળે પૂનમના દિવસે તપદની આરાધનામાં “ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે” પૂ. ઉપા, યશેવિ. મ. ના આ શબ્દોથી જમનાબહેન અંતરથી ઝબકી ઊઠયાં.
* હકીકતમાં મેહની કારમી ઘેલછા – વાસના – ઈચ્છાઓના રવાડે મેં મારા હવામીનાથને ઉત્કૃષ્ટ-જીવનશુદ્ધિના પંથે જતા રોકી ખૂબજ અક્ષમ્ય ભૂલ કરી છે, પરમાત્મા સમજ શાશ્વત ઓળીજીની આરાધનાના અંતિમ-દિવસે મહત્સવ-પૂર્વક શ્રી સિદ્ધચક-ભગવંતના સ્નાત્ર મહોત્સવ વખતે તન-મનની એકાગ્રતા સાથે પિતાના સ્વામીનાથની કરાતી ઉદાત્ત–વિશુદ્ધ ધર્મક્રિયાની ભારે ભાર અનુમોદના જમનાબહેને કરી.
જમનાબહેનના વર્ષોજુના માનસિક-ગજગ્રાહનું શમન થયું, સંયમની આરાધનાનું મહત્ત્વ સમજાયું, જિનશાસનની આરાધના વિષયના નિગ્રહમાં છે, એ વાતનું સ્પષ્ટ દશર્ન થયું.
ત્યારપછી જમનાબહેનનું અજબ-કેટિનું હૃદય-પરિવર્તન થયું, મગનભાઈની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં આજ સુધી વ્યકત કરાતો માનસિક અણગમ, વાચિક છણકો અને શારીરિક અસહાગ, હાર્દિકે ભાલ્લાસ, વાચિક પ્રશંસા અને શારીરિક અનુકૂળતામાં પરિણમે.
ધર્મનિષ્ઠ–મગનભાઈએ શ્રાવિકાના આકસ્મિક આ પરિવર્તનથી થતું અદ્ભુત કુતૂહલ, ધર્મક્રિયાઓમાં છૂપાયેલ અદ્ભુત સામર્થ્ય, ક્ષાયોપથમિક-ભાવની ક્રિયાઓનું અચિંત્યબળ અને જિનશાસનની વિજયમાનતાના વિચારથી શમાવ્યું.
ડાક દિવસે આ રીતે અદ્ભુત ઉચ્ચકોટિના ધાર્મિક આચાર-વિચાર અને વિશિષ્ટ વાતાવરણમાં પસાર થયા, અને લૌકિક અન્ય-દર્શનીઓની દષ્ટિએ મંત્ર-સાધના માટે અદ્દભુત વિશિષ્ટ
જીવનનEય
છે