________________
SESTÄVÄVEMOS
તેઓની નિશ્ચિત ધારણા હતી કે “મારે બાળક રાજા તે ક્યાંથી બને! પણ મહારાજા એટલે ઉત્તમ કેટિને જૈન સાધુ તો થઈ શકશે.”
તેઓને લાગતું હતું કે “મારી જેવી પ્રવજ્યાની ભાવના છે, તેવી ને તેથી પણ વધતી ભાવના મારા પુત્રની થશે.”
પણુ–સાથે એમ થતું કે મેહની કારમી–ઘેલછા–તળે વર્તનાર-કુટુંબીઓની જાળમાંથી શે છૂટાશે?' છતાં સંતાનનું આશાસ્પદ ભાવી આશ્વાસનરૂપ હતું.
આ બધી ગૂંચમાં મગનભાઈ કયારેક ખૂબ ગંભીર બની જતા ! દહેરાસરમાં દેવાધિદેવપરમાત્મા આગળ અપાતના અનુભવ સાથે વીતરાગ-પ્રભુની સ્તવના પછી આત્મ–જાગૃતિ કેળવવા પ્રભુ–પરમાત્માના આલંબને આત્મ-નિરીક્ષણના અવસરે સાહજિક-રીતે વૈરાગ્ય-ભાવમાં ગરક થઈ જતા.
છેવટે પરમાત્માને સમપિત બની રહેવાના સપ્રયત્ન સાથે વિધિસર સમર્પણ-ભાવ વ્યક્ત કરનારી વિશિષ્ટ-મુદ્રા સાથે પંચાગ-પ્રણિપાત કરી “ભવો ભવ તુમ ચરણની સેવા” “તા રેવ સિન્ન હૂં મરે મરે” આદિ શબ્દો ગંભીરપણે પ્રાર્થના રૂપે બોલી “મેહના ક્ષપશમ માટે સફળ ઉપાય સૂઝે' તેવી અંતર-કામના વ્યક્ત કરતા.
આવી માનસિક–સ્થિતિમાં પણ પુણ્યશાળી મગનભાઈને ઊંડે ઊંડે અંતરની એવી દઢ શ્રદ્ધા હતી કે-“વીતરાગ પ્રભુના શાસનની વિધિપૂર્વક સુનિર્મળ-આરાધનાબળે કંઈક યોગ્ય માર્ગ જરૂર નિકળશે જ !” ૨, ૫. ચરિત્રનાયકશ્રીની ગર્ભાવસ્થાની પુનિત અસર
વિધવત્સલ-શ્રી અરિહંત-પરમાત્માએ પ્રરૂપેલ સર્વહિતકર-જિનશાસનની મંગળ-આરાધના દ્વારા ધન્યજીવન બનાવી રહેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીની અંતરના ઉમળકા સાથે સંસારના કારાવાસમાંથી છૂટવા માટેની મથામણ સાથે ધર્માનુષ્ઠાનની મંગળ-આરાધનાના પવિત્ર વાતાવરણમાં વર્તમાનકાલીન-જિનશાસનના આરાધકને માર્ગદર્શક-આગમના વારસાની કાળબળે થયેલ દુર્દશાને શાસ્ત્રીય રીતે હઠાવવા ભગીરથ પ્રયત્ન કરનાર આ કાળના અનન્યસાધારણ અજોડ-અનેરા ઝળહળતા વ્યક્તિત્વથી ઓપતા પૂ. ચરિત્રનાયકશ્રી જેમની કુક્ષિએ ગર્ભાવસ્થા-રૂપે રહી જન્મ પામવાના
–તે મંગળમયી માતાજીના શ્રાવક-કુળચિત-સંસ્કારની સામાન્ય છાયામાં સૂર્યોદય પહેલાંના અરૂણોદય પૂર્વે મહીં-ઝાંખણીયા અજવાળાની જેમ ધર્મક્રિયાઓ પ્રતિ અંતરથી ભાલાસ સાથે વલણથી વધારે થવા લાગ્યા.
ચાલુ ધર્મક્રિયાઓ જમનાબહેન ભગતની સાથે કરતા તે હતાજ ! પણ ભાવી–મહાપુરૂષના જન્મની પૂર્વ—તયારી રૂપે ધર્મક્રિયાઓમાં ભાલ્લાસ સાથે જોડાવા લાગ્યા.
એવામાં વિ. સં૧૯૩૦ની આસો મહિનાની ઓળીની આરાધના આવી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના પ્રેરણાદાયી પત્રોથી તે આરાધના ખૂબ ભાલ્લાસ સાથે થઈ, ધર્મના ચળમજીઠ રંગથી રંગાયેલ મગનભાઈની અપૂર્વ ચઢતા-પરિણામની આરાધનામાં જમનાબાઈ પણ ખબ રંગાઈ ગયા.
END JORGEO06