________________
શિla
) 02672
તિથિવાર ધીરાયેલી રકમ, વ્યાજનો દર, મા થઈ ગયેલ હપ્તા, બાકી રહેલી લેણી રકમ વગેરે બધું મગનભાઈ મોઢે જ રાખતા, અને તે મુજબ સહુના વિશ્વાસપાત્ર પણ બન્યા હતા.
આ રીતે મગનભાઈ કપડવંજની વેપારીઆલમમાં આદર્શ–પ્રતિષ્ઠિત શાહકાર તરીકે અને પાકી-ચકકસ ગણતરીવાળા વેપારી તરીકે મશહુર બન્યા હતા,
ધર્મકિયાઓની વિશિષ્ટ આચરણાથી મળેલું ભગત બિરૂદ વ્યવહારમાં પણ યથાર્થ રીતે સક્રિય બનાવી ધર્મવિમુખ આત્માઓને પણ શ્રાવકપણાથી વણિકવૃત્તિ પર કેવો વિજય મેળવી શકાય છે? તેનું સચેટ ભાન કરાવ્યું હતું.
પોતાની આગવી-બુદ્ધિના પરિણામે વેપાર-વણજનું અને લેવડ-દેવડનું સઘળું કામ વ્યવસ્થિત રીતે ભૂલ વિના પતાવતા, હિસાબ ગણવામાં તો તે ભલભલા ગણિતશાસ્ત્રીઓને પણ શરમાવી દેતા.
બજારમાં બીજા વેપારીઓ પાસે હિસાબી–મતભેદ પ્રસંગે મગનભાઈની સલાહ–રવણ બંને પક્ષને સફળ માર્ગદર્શક નિવડતી.
એકંદરે “નિયત જેવી બરકત” કુદરતી નિયમાનુસાર મગનભાઈ પિતે અણહકને કેઈને એક પૈસે પણ લેવા કે રાખવા ન માંગતા, તે ઘરાકો કે દેણદારે પણ મગનભાઈને પૈસા વગરમાગે યથાયોગ્ય રીતે સમયસર આપવા ઉત્સુક રહેતા.
આ રીતે મગનભાઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવારના ચારથી બપોરના બાર સુધી સમય વીતાવતા, છતાં બજારમાં એકથી ચારના ટુંકા સમયમાં પણ પુણ્યબળે ઘણું કમાઈ લેતા.
અહીં ખાસ નેંધપાત્ર અને અચરજભરી હકીકત એ છે કે-ગુજરાતી નિશાળનું માત્ર સામાન્ય-શિક્ષણ મેળવેલ તેમ છતાં વ્યાજનું ગણિત અને લેવડ-દેવડના આંટી–ગુંટીભર્યા વહીવટને પણ સફળ રીતે ચલાવી શક્તા, એ ખરેખર ભાવમાં મહાપુરુષ તરીકે થનારા પૂ. ચરિત્રનાયકશ્રીના અનેખા પદ-ચિન્હને અનુરૂપ પુણ્યબળની મંગળપ્રભા જણાય છે. !!!
કેમકે તેમની સાથે સારું ભણેલ ઉચ્ચશિક્ષણની ડિગ્રી મેળવેલ એક વૈષ્ણવ મિત્ર સરકારી નેકરીમાં માત્ર દોઢ રૂપીયાજ મહિને મેળવતા હતા.
વળી અહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જ્યાં સુખ હોય! વૈભવને વિલાસ હાય વ્યવહારૂ-શાંતિને પ્રસાર હેય! ત્યાં પરમાત્મા અને ધર્મ પ્રત્યે અનુરાગ ઓછો થત જોવા મળે છે, પરંતુ આ દંપતિમાં ભેગની વાસનાઓ પાછળ દેવદુર્લભ-માનવભવ વેડફી નાંખવાની મોહ-વૃત્તિ ન હતી, વિવિધ-ધર્મક્રિયાઓની આચરણ અને વિશુદ્ધ વિવેકવૃત્તિ બંનેને કર્તવ્યનિષ્ઠ બનાવી રહી હતી.