________________
MAUŽUŽVEUCAS
તેમાં પણ મગનભાઈની વ્યાવહારિક શક્તિ કદષ્ટિમાં જેટલી ખીલી હતી, તેથી વધુ તેઓ આંતરિક રીતે પૂર્ણ સભાન રહી ધાર્મિક-આચરણ દ્વારા જીવનને ધન્ય બનાવવા પ્રયત્નશીલ રહેતા.
તેમાં પણ તેઓ પોતાની જાતને ધર્મમય બનાવવા સાથે અવસરે બીજાઓને પણ ધર્મ માર્ગે જોડવાને સફળ પ્રયત્ન કરતા.
કેમકે મગનભાઈનો કંઠ સારે–મધુર, બલવાની સુંદર છટા, સમજાવવાની અને ખી હોંશિયારી, મીઠી-મધુર ગંભીર ભાષા, અને શબ્દો ઉપર પ્રભુત્વ સારૂં હોઈ તેઓ અવાર-નવાર ઘરેઉપાશ્રયે અનુકુળતાએ રાસ, પાઈ, ઢાળ આદિ વિવિધ ભાવવાહી ભાષા-સાહિત્ય તથા વૈરાગ્યવર્ધક અને ઉપદેશક સજઝા વગેરે મર્મસ્પશી સુંદરલિથી બોલતા, જેથી તેઓ પોતાના આત્માને તરબળ કરવા સાથે બીજાઓને પણ મહાપુરૂષના ઉદાત્ત-જીવનચરિત્ર તરફ આથી ધર્મભાવનાને વધારવાનું આદર્શ કાર્ય કરી શક્તા.
આ રીતે મગનભાઈ ધાર્મિક રીતે આદર્શ શ્રાવક જીવન જીવવા સાથે વ્યાવહારિક રીતે સફળ ગૃહસ્થજીવનના વિરળ-સુમેળ સાથે વ્યવહારદશામાં રહેલ સ્થળ બુદ્ધિવાળા બાળકોને આદર્શ સ્વરૂપ બની રહ્યા હતા.
પૂજ્ય આગદ્ધારકશ્રીએ આ પ્રસંગને લગતી થોડી વિગતો વિશતિવિશિકા (પ્રથમવિંશિકા)ની ૩૦૦૦ કલેકપ્રમાણુ ટીકાની સમાપ્તિ પ્રસંગે બનાવેલી પ્રશસ્તિના પદ્યમાં કહ્યું છે કે
કપડવંજમાં મગનભાઈ નામે શ્રીમંત શ્રાવક હતા, જેમાં લક્ષ્મી અને સ્ત્રીમાં મગન ન હાઈ અરિહંત-ભગવંતની આજ્ઞામાંજ મગન રહેતાં.
બાળપણથી જ વિષય-વાસના પ્રત્યે તેઓ ઉદ્વિગ્ન બનેલા હતા છતાં માતા-પિતાના અગ્રિહથી તેઓના ઉદ્વેગને ટાળવા માટે તેઓએ લગ્ન કર્યા હતાં કેમકે તેઓ એમ માનતા હતા કે માતા-પિતાના ઉદવેગને ટાળવે, એ પણ તેમની સેવાને માર્ગ છે.
જે કે તેઓ લગ્નગ્રંથિઓ જોડાયા હતા, છતાં તેમના ઘર્મરંગમાં કોઈપણ વાંધો આવ્યો ન હતે, કેમકે કસ્તુરીની સુગંધ કઈ ઠેકાણે છુપાયેલી રહેતી નથી. તે મગનભાઈને પૂ. કરસાગરજી મ.ના વચનરૂપ અમૃતનું પાન કરેલું હોવાથી સંસારના બધા વિષયે ઝેર જેવા લાગતા, તેથી જ તેઓ સ્ત્રીવર્ગના હાવભાવમાં ફસાયેલા નહી! જે કે પોતાના માતા પિતાના ઉદ્વેગને દૂર કરવા માટે જ તેઓ સંસારમાં ટકી રહ્યા હતા, તોપણ જેમ સીએના સંસર્ગમાં આવેલા મહષિઓને પણ સંસારનું બંધન લાગ્યા વગર રહેતું નથી, તે જ રીતે તે પણ બંધનમાં આવી ગયા હતા, તેઆ પ્રવજ્યાના મનોરથ રાખવા સાથે દ્રવ્યથી ઘરમાં રહેતા હતા.” ૧
(૨
) ભL