________________
HILA TAVCOVUN
વિ. સં. ૨૦૨૩ ના માગશર વદ-૭ થી ૨૦૨૦ના શ્રાવણ સુદ ૫ સુધી જૈન પંડિત શ્રી ધીરજલાલ ધનજીભાઈ (ભાભર-બનાસકાંઠાવાળા) મૈથિલ પંડિતની જગાએ રહી પૂ. સાધુ સાધ્વીએને ન્યાય-વ્યાકરણને ઉચ્ચ-અભ્યાસ કરાવતા હતા.
હાલમાં મિથિલ-વિદ્વાન પંડિત સદાનંદ પાઠક (ન્યાય-વ્યાકરણ-સાહિત્યાચાર્ય) ૫૦ સાધુ-સાધ્વીભગવંતને ઉચ્ચ-કેટિને અભ્યાસ કરાવી રહ્યા છે.
આજ-સુધીમાં અનેક પૂ૦ સાધુ-સાધ્વીજી ભગવંતેએ આને લાભ લીધે છે, જે વર્તમાનમાં પણ ચાલુ છે.
(૧૨) જ્ઞાનમંદિર
શ્રીચૌમુખજીના દેરાસરની પાસે આવેલ દલાલવાડાના પશ્ચિમાભિમુખ નિર્ગદ્વાર સામે રાજમાર્ગની સામી બાજુ શ્રીવિયવાડ શ્રીજૈનસંઘના સહયોગથી શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખે વિ. સં. ૨૦૧૦માં “શ્રી અભયદેવસૂરિ જન જ્ઞાનમંદિરની સ્થાપના
જ્યાં નીચેના બેઠક ખંડમાં વિ. સં. ૧૧૨લ્માં કપડવંજમાં સ્વર્ગવાસ પામેલ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મ.ના મહત્ત્વપૂર્ણ જીવન-પ્રસંગેના અદ્ભુત દશ્યનાં સુંદર મોટાં તૈલચિત્ર છે.
તથા ઉપરના માળે અત્યંત-સમૃદ્ધ સુવિશાલ શાસ્ત્રસંગ્રહ જ્ઞાનભંડાર છે, જેમાં સોનેરી તત્વાર્થસૂત્ર, બારસાસૂત્ર આદિ મહત્ત્વની અલભ્ય પ્રત અને ૭૦૦ થી ૮૦૦ વર્ષ જુની હસ્તલિખિત-પ્રતના બહેળા-સંગ્રહવાળ હરતલિખિત જ્ઞાનભંડાર છે.
વળી આગમ, સિદ્ધાંત, પ્રકરણે, ચરિત્ર ઉપદેશ, કથાઓ આદિ અનેક-વિષાવાળી મુદ્રિત- અને પુરતોને હજારોની સંખ્યામાં સુંદર સંગ્રહ છે.
આ જ્ઞાનમંદિરમાં પૂ. આગમેદ્ધારક આચાર્ય–દેવશ્રીના સમુદાયના વિદ્વાન મુનિઓના બહેળા સમૃદ્ધ જ્ઞાનભંડાર પણ ચતુર્વિધ-શ્રીસંઘના લાભાર્થે સ્થાપવામાં આવેલ છે.
(૧૩) શેઠશ્રી મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી
વિ. સં. ૧૯૬૦માં પપૂ. આગામદારશ્રીના ઉપદેશ અને પ્રેરણાથી કપડવંજ જૈન સંઘના ધાર્મિક-ખાતાઓની દેખ અને ધાર્મિક-વિવિધ સંસ્થાઓના નાણાકીય વહીવટનું કામ સુવ્યવસ્થિત રાખવા માટે કપડવંજના સ્વનામધન્ય ધર્મનિષ્ઠ શેઠશ્રી મીઠાભાઈને શુક્નવતા નામ સાથે જગત-માત્રના કલ્યાણની ક્ષમતા સૂચવનાર નામવાળી આ પેઢીની સ્થાપના થઈ.
૧o૯