________________
SUNTEEIRS
(૧૪) શેઠ પાનાચંદ વ્રજલાલની પેઢી
કપડવંજની અગિયારમા સૈકા પછી થયેલ નવી વસાહતના કાળ જેટલા પ્રાચીન શ્રી શાતિનાથ પ્રભુના દેરાસરે તથા પંચના ઉપાશ્રયે આરાધના કરનાર પ્રાચીન જૈન-શ્રીસંઘ હસ્તે જે જે ધર્મકાર્યો થાય છે કે થઈ રહ્યા છે, તેનું વ્યવસ્થિત સંચાલન હાલમાં શેઠ પાનાચંદ વ્રજલાલની પેઢીના નામથી ચાલી રહ્યું છે.
આ પેઢીની સ્થાપના ૧લ્મી સદીના પૂર્વાર્ધમાં થઈ હોય કે તે પછીના એકાદ દશકામાં થયું હેય, એમ વૃદ્ધ-પુરૂષો પાસેથી જાણવા મળે છે, ચોકકસ સ્થાપના-તિથિની નેંધ મળતી નથી.
શ્રી પંચના ઉપાશ્રયે આરાધના કરનાર જેન–શ્રીસંઘના તે વખતના મુખ્ય કાર્યકર્તારૂપે આગળ પડતો ભાગ લેનાર શેઠશ્રી પાનાચંદ કુબેરદાસ શાહ તથા શેઠશ્રી વૃજલાલ તથા મેતીલાલ કે જેઓ કપડવંજની ધરતીના નરરત્ન, સૌભાગ્યશાળી શ્રી ગુલાલચંદ શેઠના ભત્રીજા થાય) આ ધર્મનિષ્ઠ ભાઈઓની ધાર્મિક–પ્રતિષ્ઠાને ચિરસ્થાયી બનાવવાના શુભ ઉદ્દેશ્યથી તે વખતના દીર્ઘદશી–આગેવાનોએ સંયુક્ત-નામથી આ પેઢીની સ્થાપના કર્યાનું જુનાઅનુભવી-વૃદ્ધ પુરુષે કહે છે.
(૧૫) શ્રી માણેક શેઠાણું ટ્રસ્ટ
કપડવંજના ધર્મસમૃદ્ધ શ્રીસંઘના મુખ્ય કાર્યકર તરીકે વિખ્યાત પંચના ઉપાશ્રયના મુખ્ય કાર્યકર શ્રી વ્રજલાલ મેતીચંદની પનોતી બાંધવબેલડીમાંના શેઠશ્રી મોતીચંદ ભાઈના પુત્ર લલ્લુભાઈનાં સુપત્ની ધર્મસંસ્કારસંપન્ન શ્રી માણેકબહેને વિવેકપૂર્વક અસાર લકમીને સદ્વ્યય પોતાના હાથે કરવા ઉપરાંત પોતાની સઘળી લહમીનું વિ.સં. ૧૯૭ર જેઠ સુદ ૨ તા. ૨૫-૫ ૧૮૭૬ના રેજ વીલ લખી ટ્રસ્ટ બનાવ્યું.
આ દ્રસ્ટ હસ્તે નીચે મુજબના સત્ કાર્યો થયાં છે–થાય છે.
શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર જિનાલય કપડવંજમાં (અંતિસરીયા દરવાજા બહાર– તળાવ ઉપર) બંધાવ્યું.
૦ પાલીતાણામાં દાદાની ટૂંકની હાથીપળ પાસે, શ્રી કુમારપાળ મહારાજના દહેરાસર સામે, દિગમ્બર જૈન મંદિર પાસે, સુંદર ભવ્ય મોટું દહેરાસર બંધાવ્યું.
નેમિનાથ પ્રભુના દેરાસર પાસે (અંતિસરીયા દરવાજા બહાર-કપડવંજ) મોટી ધર્મશાળા બંધાવી.
જેમાં અનેક યાત્રા-સંઘના ઉતારા શ્રી ઉપધાનતપની આરાધના આદિ ધર્મ કાર્યો તથા અનેક સામાજિક-કાર્યો થાય છે.
MOMO MUCHOS
Ko