________________
STADIZEMRE
આજ પ્રમાણે પંચના ઉપાશ્રયે પણ ઉપાશ્રયના નીચેના ભાગે ડાબા હાથે સુંદર સુરક્ષિત શાસ્ત્રસંગ્રહ છે. (૧૦) ધાર્મિક પાઠશાળા
શેઠશ્રી શામળભાઈ નથુભાઈના વંશજો તરફથી વર્ષોથી શ્રીસંઘમાં ધાર્મિક જ્ઞાન અને ક્રિયાઓમાં વૃદ્ધિ કરવાના શુભ આશયથી “શેઠશ્રી શામળદાસ નથુભાઈ જૈન ધાર્મિક પાઠશાળા” સવાર બપોર અને રાતની ચાલુ હતી.
વિ. સં. ૨૦૧૦માં શેઠશ્રીના વંશજો તરફથી રૂા. ૧૧,૦૦૦. નિભાવ ફંડ માટે આપી શેઠ શ્રી શામળદાસ નથુભાઈ જૈન ધાર્મિક પાઠશાળાનો આખે વહીવટ શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરને સે ત્યારથી જ્ઞાનમંદિરમાં ચાલુ છે; આ જ્ઞાનમંદિરમાં જૈન ધાર્મિક પાઠશાળા સવાર, બપોર અને સાંજ વ્યવસ્થિત રીતે ચાલુ છે.
સવારે અને સાંજે છોકરા અને છોકરીઓ અભ્યાસ માટે આવે છે, બપોરે મેટી–ઉંમરની શ્રાવિકાઓ તથા સાધ્વીજી મહારાજાએ ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃતને અભ્યાસ કરે છે.
પાઠશાળામાં બે પ્રતિક્રમણ સુધીને પ્રાથમિક ધાર્મિક અભ્યાસ નાની ઉંમરના છોકરા-છોકરીઓને કરાવવા રૂપે શ્રી. સોજબેન રસિકલાલ શાહ વિ. સં. ૨૦૧૦ થી એટલે કે જ્યારથી જ્ઞાનમંદિર થયું, ત્યારથી એકધારી સેવા આપી રહેલ છે, તથા બે–પ્રતિકમણથી ઉપરના પ્રકરણ કર્મગ્રંપ, તત્વાર્થસૂત્ર આદિ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ તથા પૂરસાધુ-સાધ્વીજીઓને પ્રકરણ, કર્મગ્રંથ, સંસ્કૃત બે બુકનો અભ્યાસ તથા ચરિત્ર-વાંચન આદિ ધર્મપ્રેમી શિક્ષકશ્રી હરગોવનદાસ સંપ્રીતચંદ શાહ (સરીયદ–બનાસકાંઠાવાળા) વિ. સં. ૨૦૧૦ થી તન-મનથી ઉમંગપૂર્વક સમય અને શ્રમની પરવા કર્યા વિના ખંતથી કરાવી રહ્યા છે.
આ ઉપરાંત શ્રીઅભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરના પુસ્તકની લેવડ-દેવડનું તથા શ્રી સંઘના અનેક છૂટક મહત્ત્વપૂર્ણ કાર્યો પણ શ્રી હરગોવનભાઈ (ધાર્મિક શિક્ષક) ઉમંગથી કરી રહ્યા છે. (૧૧) સંસ્કૃત પાઠશાળા
વિ. સં. ૨૦૧૦માં શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના પછી જ્ઞાનમંદિરની પાસે જ ચતુર્વિધ શ્રીસંઘને ધાર્મિક તત્ત્વજ્ઞાનના વધુ ઉંડાણથી અભ્યાસ માટે ઉપચગી થાય તે શુભ હેતુથી કરાતા સંસ્કૃત, પ્રાકૃત (વ્યાકરણ, ન્યાય, સાહિત્ય) આદિના અભ્યાસની કાશી મિથિલા બાજુના વિદ્વાન પંડિતને રોકી જ્ઞાનમંદિરના કાર્યવાહક તરફથી અધ્યયનની સુવ્યવસ્થા કરવામાં આવી છે, તે મુજબ જ્ઞાનમંદિરના પ્રારંભથી પ્રખર મિથિલ વિદ્વાન. ન્યાય,
વ્યાકરણના પારંગતને પૂ સાધુ-સાધ્વીના ન્યાય, વ્યાકરણ, સાહિત્યના ઉચ્ચ અભ્યાસ માટે રાખવામાં આવેલ. જેઓ વિ. સં. ૨૦૨૨ લગભગ તબિયતના કારણે છૂટા થયા.
IST
AAT