________________
MESMÖTLEMRE
આ દહેરાસરમાં મૂલનાયક તરીકે બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનું નાનું છતાં ખૂબજ આલ્હાદક બિમ્બ છે.
જેના ઉપર વિ. સં. ૧૬૫૫ના માગસર સુદ ૫ ગુરૂવારે શ્રી વિજયસેનસૂરિ મહારાજે પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે."
અહીં મહત્ત્વની અને ઉલ્લેખનીય બાબત એ છે કે પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબીજને તરફથી બંધાયેલા આ દહેરાસરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૩૧ના વૈશાખ સુદ ૬ના મંગલ મુહૂર્ત થઈ છે.
ભાવયોગે કુદરતી સંકેત પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી ફક્ત ૨૪ દિવસ પૂર્વે થયેલી અને પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુમ્બીઓએ ઉમંગભેર કરાવેલી આ પ્રતિષ્ઠા કંઈક રહસ્યગર્ભિત જણાય છે.
વધુમાં સૂચક બાબત એ પણ જણાય છે કે--આજ મંગલ દિવસે ચોમુખજીના દહેરાસરે શ્રી અજિતનાથ પ્રભુ આદિ જિન બિબેન પણ ગાદી નશન કરવા રૂપે પ્રતિષ્ઠા થઈ છે.
આ બન્ને જિનમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ, ચરિત્રનાયકશ્રીના પિતા શેઠશ્રી મગનભાઈ ગાંધી અને પૂ. ચરિત્રનાયકશ્રીનાં માતુશ્રી જમનાબેને ખૂબ ઉમંગભેર ભાગ લીધે હતે.
પૂ. ચરિત્રનાયકશ્રી આ વખતે ગર્ભાવસ્થામાં લગભગ છઠ્ઠાથી સાતમા મહિનાના વચગાળાના હતા, તેથી પ્રજનનશાસ્ત્રના મૌલિક સિદ્ધાંત અને જ્ઞાનતંત્રના વિકાસના આધારે માતા દ્વારા કરાતા સારા-ખોટા કાર્યોની સાંસ્કારિક શુભ-અશુભ અસર પડવાના નિયમ પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીના આત્મા ઉપર ઉચ્ચકોટિના ત્યાગ–વૈરાગ્યથી ભરપૂર, વિશિષ્ટ ઘડતર કરનારા સંસ્કારોનું સર્જન થયું હોય તેમ લાગે છે. ૭ શ્રી ઋષભદેવ ભગવાનનું મેદીઓનું) દહેરાસર
આ દહેરાસર દલાલવાડાથી ઉત્તર દિશામાં આવેલ મેદીઓની ખડકીના મધ્યભાગે આવેલ છે.
૧ શિલાલેખ નીચે મુજબ છે.
"संवत् १६५५ मार्ग. सुदी ५ गुरु लघु शाखायां कपटवाणिज्य वास्तव्य श्री श्रीमाली शातीय पू. अक्कानाला भार्या भकाडु पुत्र रुपजी प्रमुख पंचपुत्रादि कुटुंबयुतेन स्वश्रेयसे वासु. बिम्ब का. पू०तपागच्छ भट्टारक श्री हीरविजयसूरिपट्टे मुगुट श्री विजयसेन सूरिमिः ॥
શ્રી વિશા નીમા વણિકજ્ઞાતિને ઇતિહાસ પ્રકરણ ૧૪, પૃષ્ઠ ૧૪૫
Tilli
punNSTA/
UNMUSuth
આ
3
.
100
(સ્લા
ર
ર
ક છે