________________
IિN 15.5 290
===
=
આરસની સુંદર જિનપ્રતિમા તથા પ્રદક્ષિણામાં જમણી બાજુના ગભારાની પાછળના ભાગે શ્યામ પાષાણની અદ્ભુત શિલ્પકલાવાળી મૂતિ કપડવંજની ધર્મશભામાં અને વધારે કરનારી છે.
સહુથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે-આ દહેરાસરની બરાબર સામે આપણા ચરિત્રનાયક પૂ. આગદ્દારકશ્રીનું જન્મસ્થાન આવેલું છે.
ખરેખર સમવસરણ રૂપે વિરાજમાન શ્રી અજિતનાથ પ્રભુની મંગળદષ્ટિ પૂજયશ્રીના જન્મસ્થાન ઉપર સહજરૂપે સીધી પડતી હાઈ ચરિત્રનાયકશ્રીને પવિત્ર જીવનઘડતરના કાર્યને સહેલું બનાવ્યું હોય તેમ લાગે છે.
વધુમાં ઉલ્લેખનીય હકીક્ત એ પણ મળી આવે છે કે-પૂજ્ય ચરિત્રનાયકશ્રીના જન્મ દિવસથી ૨૪ દિવસ પૂર્વે અર્થાત્ વિ.સં. ૧૯૦૧ના વૈશાખ સુદ ૬ના રોજ આ દહેરાસરની પ્રતિષ્ઠા થઈ.
આ હકીકત પણ પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ત્યાગ-વૈરાગ્યપૂર્ણ જીવનના ઘડતર માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. ૬ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર
કપડવંજ શહેરમાં ધાર્મિક લોકોથી ભરચક અને લગભગ જેનેની જ વસ્તીવાળા અતિ વિશાલ મોહલ્લા તરીકે પ્રખ્યાત દલાલવાડામાં મી. ગુ. જન ઉપાશ્રયને અડીને (વચ્ચે માત્ર એક જ ઘરના આંતરે) નાનકડું પણ અત્યંત ભવ્ય તેમજ દહેરાસરની બહારના મુખમંડપી સુંદર કતરણીવાળા સ્તબ્બે અને વિવિધ વસ્ત્રભૂષાની સજાવટવાળી પુતળીઓની કતરણથી રસ્તે જનારને પણ આકર્ષે તેવું શ્રી વાસુપૂજ્ય પ્રભુજીનું જિનાલય પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થાનથી પૂર્વમાં જન્મસ્થાનની પછીતની સામેજ શોભી રહેલ છે.
આ દહેરાસરના ઓટલા ઉપરથી સામે મુખજીના દહેરાસરનો શિલ્પસમૃદ્ધ ભવ્ય કતરણીવાળો બહારને મુખમંડપ સ્પષ્ટ દેખાય છે.
આ બંને દહેરાસર વચ્ચે પૂ. શ્રીના જન્મસ્થાનનું ઘર છે, જાણેકે બંને જિનાલના વિશિષ્ટ ધાર્મિક પરમાણુઓ જન્મસ્થાન ઉપર વિશિષ્ટ પ્રભાવ ઉત્પન્ન કરી ચરિત્રનાયકશ્રીના વિશિષ્ટ ગુણોનું સર્જન સ્વાભાવિક રીતે કરી રહ્યા હોય!
આ દહેરાસરનું નિર્માણ પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુમ્બીજનો તરફથી તેઓશ્રીની ચોથી પેઢીએ મૂલપુરૂષ તરીકે પ્રખ્યાત શેઠશ્રી ભવાનીદાસ જીવણભાઈ ગાંધીના સમરણાર્થે કરેલ છે.
Sી/ચ કરી
'