________________
BURUAN
શેઠના નામના શુકનીયાળપણાને ધ્યાનમાં રાખી મીઠાભાઈ કલ્યાણચંદ નામની પેઢીની સ્થાપના કરી હતી, કે જે આજે શ્રીસંઘના અનેક ધાર્મિક કાર્યો કરવા ઉપરાંત સાત
ક્ષેત્રની વિશાળ ધનસંપત્તિને સુવ્યવસ્થિત વહિવટ ચલાવે છે. (૪૫) શેઠ વ્રજલાલ મોતીચંદ–કપડવંજના ધર્મપ્રેમી શ્રાવકોમાં શેઠ વ્રજલાલભાઈ
તથા મેતીચંદભાઈ અનેક આત્મલક્ષી ધર્મકાર્યોથી અનેખી ભાત પાડતા હતા.
કપડવંજના નગરશેઠ શ્રી અંબાઈદાસ શેઠના સુપુત્ર હીરજીભાઈ શેઠને ત્રણ પુત્ર હતા. શેઠ કરસનદાસ, શેઠ વૃંદાવનદાસ, શેઠ ગુલાલચંદદાસ, આમાંના શેઠ કરસનદાસભાઈને બે સુપુત્રો હતા વ્રજલાલ તથા શેઠ મોતીચંદ.
આ બન્ને ભાઈઓની વિશિષ્ટ ધર્મક્રિયાઓ અને શ્રી સંઘનાં દરેક ધર્મકાર્યો ખભેખભા મેળવીને ઉમંગપૂર્વક કરતા હોવાથી લેકજીભે વ્રજલાલ મોતીચંદનામ રૂઢ થઈ ગએલું.
આ પુણ્યવાન બન્ને ભાઈઓ શ્રીસંઘમાં અગ્રગણ્ય હાઈ બારમી સદીમાં લાડણી બીબીએ કરેલ કપડવંજની નવી વસાહત રૂપ આજના કપડવંજની સર્વ પ્રાચીન ધાર્મિક ઈમારત તરીકે પ્રખ્યાત શ્રી પંચના ઉપાશ્રય હસ્તક ચાલી રહેલ અનેક ધર્મકાર્યોના પ્રારંભનું શ્રેય તેમના ફાળે જાય છે.
આજે પણ તેઓશ્રીના નામની સાથે સંકળાયેલ ધાર્મિક પેઢી સુવ્યવસ્થિતપણે કામ કરી રહેલ છે. (૬) શ્રી અમૃત શેઠાણી – કપડવંજની ધર્મભૂમિમાં વિશિષ્ટ ધર્મરંગથી રંગાએલ
શ્રાવિકાઓને ફાળે નોંધાએલો છે, તેના પ્રત્યક્ષ પુરાવા તરીકે અમૃત શેઠાણીનું નામ ચિર--મરણીય રહેશે.
આ શેઠાણી ગુલાલચંદ શેઠના સુપુત્ર લાલચંદ શેઠનાં પુત્રવધૂ હતાં. અમૃત શેઠાણના પતિ શેઠ શ્રી નથુભાઈ કપડવંજ સંઘના અગ્રગણ્ય ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રખ્યાત હતા, આ શેઠાણીએ અભુત ધર્મભાવનાથી પ્રેરાઈને શ્રી અષ્ટાપદજીનું
દેવવિમાન જેવું સુંદર જિનાલય લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલ. ૧ જેનું વિગતવાર પર્ણન “કપડવંજની ધાર્મિક સમૃધ્ધિ” નામના (૧કમા) પ્રકરણમાં રોમાંચક ર તે આપેલું છે.
એ પ્રકરણમાં અષ્ટાપદજી ! દેરાસર કયારે અને કેવી રીતે અમૃત શેઠાણીએ બનાવ્યું ? તેનું સુંદર વર્ણન શ્રી અષ્ટાપદજીના દહેરાસરની પ્રતિકા-રાસના આધારે આપવામાં આવેલ છે.
5
,