________________
AUDŽJEURS
(૭) શ્રી માણેક શેઠાણી-કપડવંજની સંસ્કાર-ભૂમિના ગૌરવને વધારનાર આ પુણ્યવંતો
શ્રાવિકાએ ઉદારતાથી અનેક ધર્મ કાર્યો કરીને વિવેકબુદ્ધિ તેમજ શ્રદ્ધાળુતાનો અપૂર્વ પરિચય આપે છે.
આ શેઠાણી અમૃત શેઠાણીનાં પુત્રવધૂ થાય. નથુભાઈ શેઠને શામળભાઈ ગીરધરભાઈ અને હાલચંદભાઈ–ત્રણ પુત્ર હતા. તે પૈકી શામળભાઈનાં સુપત્ની શ્રી માણેક શેઠાણી કપડવંજના વિશિષ્ટ ગૌરવરૂપ હતાં, તેઓએ સાત ક્ષેત્રમાં છૂટે હાથે વિવેકપૂર્વક અનર્ગળ પૈસા ખચ પુણ્યાનુબંધી પુણ્યની વિશાળ રાશિ એકત્રિત કરેલ.
આ ધર્માત્મા શેઠાણીએ ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલયની પાસે શ્રી આદીશ્વર પ્રભુનું સુંદર જિનાલય બંધાવેલ તેમજ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર વાઘણપોળમાં સતથંભીઆ દેરાસરની બાજુમાં સુંદર ભવ્ય જિનાલય બંધાવી જીવનને સાર્થક કર્યું હતું. - આ પુણ્યવતી શ્રી માણેકશેઠાણીના નામનું દ્રસ્ટ આજે પણ અનેક જાતનાં ધર્મકાર્યો કરી રહેલ છે. સ્વર્ગસ્થ શ્રી પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ- કપડવંજની ધરતી ઉપર અનેક મહાપુરૂષે શાસન, સંઘ અને ભારતની શોભા વધારનાર થયાની સાક્ષી ઇતિહાસ ભરે છે, એવા મહાપુરૂષે પૈકી ચરિત્રનાયકશ્રીનું સ્થાન જેમ અદ્વિતીય છે, તે રીતે સ્વનામધન્ય પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું નામ પણ વિશિષ્ટ છે.
આ પુણ્યવાન મહાપુરૂષને ટુંક પરિચય નીચે મુજબ છે.
પૂ. મહારાજશ્રીનો જન્મ કપડવંજમાં સુશ્રાવકશ્રી ડાહ્યાભાઈનાં સુપત્ની માણેકબેનની કુક્ષિએ વિ. સં. ૧લ્પરના કારતક સુદ-૫ના રોજ થએલ, તેમનું સંસારી નામ મણીલાલ હતું.
ચૌદ વર્ષની કુમળી વયે પણ પૂર્વજન્મના વિશિષ્ટ સંસ્કાર અને માતાજી તરફથી વિશિષ્ટ રીતે ધાર્મિક સંસ્કારની કેળવણીના પ્રતાપે વિ. સં. ૧૯૬૫ મહા વદી–પના દિવસે છાણી(વડેદરા) ગામે પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ પાસે ઉમંગભેર દીક્ષા સ્વીકારી.
એમનાં માતુશ્રીએ પણ પિતાના સંતાનને પ્રભુશાસનના ચરણે સહર્ષ સેંપી ૧ આ ટ્રસ્ટને વિગતવાર પરિચય “ કપડવંજની ધાર્મિકસમૃદ્ધિ” (પ્રક. ૧૬)માં આપવામાં આવેલ છે.
આગ મોજ " S&G રહ)