________________
MESSZÜWÖVLEESORA
- ઈતિહાસના મળી આવતા ઉલ્લેખે પ્રમાણે આ નગરી વિક્રમના ૧૧ મા સૌકાથી અનેક રીતે સમૃદ્ધિવાળી ઉત્તરોત્તર ચઢતી કળાએ હતી, પણ કાળચકના પરિવર્તનની અસર તળે વિક્રમની ૧૭–૧૮મી સદીમાં તેની ભવ્યતામાં ઓટ આવી હોય તેમ લાગે છે, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મકાળ પૂર્વેના રીકામાં પૂ. ચરિત્રનાયકશ્રી જેવા શાસનને ઝળહળાવનાર મહાવિભૂતિરૂપ સૂર્યના આગમનની પહેલાં ઉષા પ્રગટવાની જેમ કુદરતી સંકેત પ્રમાણે કપડવંજની ભૂતકાલીન ગૌરવભરી સમૃદ્ધિનાં પગરણ થયાં હેય-એમ જણાય છે. -
કેમકે કપડવંજનો છેલ્લી બે સદીનો ઈતિહાસ આવા વિશિષ્ટ ધર્મપ્રભાવક પુણ્યપુરૂષેની કારકીદીથી ભરેલો મળી આવે છે, જેમકે–શેઠશ્રી ગુલાલચંદભાઈ, શેઠશ્રી લાલચંદભાઈ ગુલાલચંદ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ, શેઠશ્રી વૃજલાલ મોતીચંદ, ધર્મપ્રેમી શ્રી અમૃત શેઠાણી, ધર્મપ્રભાવિકા શ્રી માણેક શેઠાણી, સાહિત્યસંશોધક પાટણ, લીંબડી, જેસલમેર, અમદાવાદ આદિ સ્થળને હસ્તલિખિત પ્રાચીન જ્ઞાનભંડારને ખંતભર્યા શ્રમથી જીર્ણોદ્ધાર કરી વ્યવસ્થિત રૂપ આપનાર, બાલ્યવયદીક્ષિત સ્વ. પૂ. મુનિશ્રી પુણયવિજયજી મહારાજ આદિ અનેક પુણ્ય પુરૂષે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી દીપ્તિવંત થએલી પુણ્યભૂમિના ગૌરવને વધારનારા થયા છે. (૧) શેઠશ્રી ગુલાલચંદભાઈ–વ્યાવહારિક અને ધાર્મિક રીતે સાનુકૂળ વાતાવરણવાળી કપડ
વંજની પુણ્યભૂમિના તિલક સમા શેઠશ્રી ગુલાલચંદભાઈ ખૂબ જ વિશિષ્ટ પુષ્પાઈને વરેલા અને સુસંસ્કારસંપન્ન હતા, જેઓના સંસ્કારી-વારસાને ટકાવી ઉત્તરોત્તર વધાર કરનારા તેમના વારસદારોનો ઈતિહાસ વીશા નીમા જ્ઞાતિના ગૌરવમાં અનેરો વધારો કરે છે.
અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થએલ શ્રી ગુલાલચંદ શેઠે અનેક ધર્મકાર્યો અને વ્યાવહારિક-સામાજિક કાર્યોથી ઉજજ્વલ યશકીતિ વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરેલ કે જેની યાદી વિશાળ હોવા છતાં અવિસ્મરણીય રૂપે ઇતિહાસ પ્રેમી ધોળ--રસિક વિદ્વાને માટે આર્કષક બની રહેલ છે.
આ પુણ્યવાન શેઠીઆના વારસાને દીપાવનાર બે પુત્રો થયા, શેઠશ્રી લાલચંદ ભાઈ તથા શેઠશ્રી મીઠાભાઈ
આ બન્ને પુણ્યવાન વ્યક્તિઓએ પૂર્વ –પુણ્યના બળે વ્યાપારની કુનેહ, ન્યાયનીતિપરાયણતા અને વ્યવહારદક્ષતાના સુમેળથી ખૂબ જ લક્ષ્મીની કૃપાપાત્ર બની છૂટા હાથે ધર્મક્ષેત્રોમાં તેને સદ્વ્યય કરી જનતાના માનસમાં જીવનની સફળતાનો રાહ અંક્તિ કરેલ.