________________
નિતિની 50200
(૩) શ્રી શીલદૂત મહાકાવ્ય-આ મહાકાવ્યની રચના પૂ. આ. શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય
ઉપા. શ્રી. ચારિત્ર સુંદર ગણીએ વિ. સં. ૧૪૮૪માં ખંભાતમાં કવિશ્રેષ્ઠ શ્રી કાલીદાસ મહાકવિ રચિત પંચ-મહાકાવ્યમાં સર્વશ્રેષ્ઠ શ્રીમેઘદૂત મહાકાવ્યની ચતુર્થ–પાદ– સમસ્યા-પૂતિ રૂપે ૧૩૧ કાવ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના રાજિમતીના પરિત્યાગની વાત બ્રહ્મચર્યવ્રતની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરવા રૂપે અદ્દભુત રચના કરી છે, તેની વિ. સં. ૧૭૦૧ના આ સુ. રના મંગળ દિને લખાએલ કપડવંજના નામે લેખવાળી પ્રત
આજે પણ ઉપલબ્ધ છે (૪) સૌભાગ્યપંચમી કથા-શ્રતજ્ઞાનના મહત્વને સમજાવનાર શ્રીજ્ઞાનપંચમી-પર્વના
મહિમાવાળી આ પ્રત કપડવંજમાં વિ. સં. ૧૭૯ પોષ વદ-૪ શુક્રવારે પૂ.પં.શ્રીસૌભાગ્યવિજયજી મહારાજા ગણીવરના શિષ્ય પૂ.પં.શ્રી અમીવિજયજી
મહારાજે લખી છે. (૫) શ્રી તીર્થમાળા-તીર્થોની પ્રાચીનતા અને પ્રભાવશાલિતાને પરિચય કરાવવામાં નિપુણ
પૂ. પં. શ્રી શીતવિજયજીમ ગણીએ ભારતનાં ચારે દિશાના તીર્થોની માહિતીથી
ભરપૂર આ ગ્રંથમાં કપડવંજને ઉલ્લેખ કર્યો છે. (૬) શ્રી ઢાળસાગર– વિ. સં. ૧૯૭૨માં રચાએલ આ ગ્રંથની પ્રત શ્રી જયસેમ
ગણીએ કપડવંજમાં લખ્યાની નોંધ મળે છે. ૧ આ મહાકાવ્યની હસ્તલિખિત પ્રાચીન પ્રત શ્રી ડેક્કન કેલેજ પૂનાના અતિપ્રાચીન બહાળા હસ્તલિખિત
પ્રતિઓના સંગ્રહમાં સુરક્ષિત છે, તેમાં પાછળ પ્રશસ્તિ નીચે મુજબ છે. "पातिशाह श्री अकबर सूर्यसहस्रनामाध्यापक-श्री शत्रुजयतीर्थ-करमोचनाद्यने कसुकृतविधायक-महोपाध्याय-श्रीभानुचंद्रगणिशिष्याष्टोत्तर-शतावधान-साधनप्रमुदितपातिशाह-अकबर पातिशाह-जहांगीर प्रश्त्त 'खुशफहम' 'नादीरजवान' द्वितीयाभिधान महोपाध्याय श्री ५ सिद्धि चंद्रगणिशिष्येण मुनिसुबुद्धिच द्रेण लिखितं कायमेतद् ॥ संवत १७०२ वर्षे आश्विन वदी द्वितीयायां श्री कर्पटवाणिज्यनगरे'
૨ “કપડવાણિજ્ય નિ સાણંદ, વામાસુત નિ આદિ જિર્ણોદા વિરમગામથી આગલિ પાસ, શંખેશ્વર પુરિ મનિ આસો
–શીલવિ. મ. રચિત તીર્થમાળા, ૩ અનેક ઐતિહાસિક બાબતોથી ભરપૂર આ ગ્રંથની કપડવંજમાંથી મળી આવેલ પ્રતની પાછળ નીચે મુજબની પુષિકા જોવા મળેલ છે.
"वि. सं. १८४० जेठसुद २ गुरुवासरे श्री चिंतामणि-पाश्वनाथ-प्रसादात् श्री कपडपणजनगरे पं. मोहनसोमजी शिष्य जयसोमेन लि."