________________
123VIVUN
ઇતિહાસમાં આ સમય વિ. સં. ૧૧૦૦ થી ૧૧૩–ા વચગાળાને ધાએલ છે, કારણકે સૂરિજી વિ. સં. ૧૧૩લ્માં આ જગ્યાએ કાળધર્મ પામ્યા હતા.
જ્યારે લાડણીબીબીએ કપડવંજ શહેર શાહના આરેથી ખસેડી ને કેટ બંધાવી આ જગ્યાએ વસાવ્યું, ત્યારે જૈન શ્રેષ્ઠીઓએ આ જગ્યા વેચાણ લઈ તે ઉપર જન પંચને ઉપાશ્રય બંધાવેલ,
ભાવિયોગે તે ઉપાશ્રયમાં સૂરિજીને સ્વર્ગવાસ થવાથી ત્યાં સૂરીશ્વરજીનાં પગલાં પધરાવ્યાં, જે આજે પણ મોજુદ છે.
હાલ જુના ઉપાશ્રયની જગ્યાએ મરામત કરાવી ન ઉપાશ્રય થયેલ છેપણ તે જુની ગાદી અને તે પગલાં કાયમ રાખેલ છે.
આવા એક પ્રવચનિક પ્રભાવક પુરૂષની સ્વર્ગભૂમિ હોવાથી તેમનાં ચરણપાદુકા પધરાવવા અંગે કપડવંજ નગરીને ગર્વ લેવાને અધિકાર છે. - આવા અદ્દભુત શાસન પ્રભાવક આચાર્ય ભગવંતના પુનિત સંભારણા રૂપે સ્થાનિક જૈન શ્રી સંઘે શ્રી અભયદેવ સૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર, કપડવંજની પવિત્રતામાં વધારો કરતું તૈયાર કર્યું છે.
આ ઉપરાંત ધર્મ પુરી કપડવંજમાં થયેલ ગ્રંથરચનાઓ, કપડવંજના ઉલ્લેખવાળા ગ્રંથ તેમજ પ્રતિમાજીના શિલાલેખે વગેરેની નોંધ નીચે પ્રમાણે જાણવા મળે છે.
જૈન સાહિત્યના વિશાળ સાગરમાં અનેકવિધ ગ્રંથ કપડવંજમાં બનેલા હશે, પણ જ્ઞાત-ધ
અણમોલ વારસો
ક) સાકર * અપ્રમત્ત સ્વાધ્યાયનિષ્ઠ શ્રમણોએ સંયમ સાધનામાંથી ફાઝલ
પડેલા સમયનો સદુપયેગ આધ્યાત્મિક વિકાસના પંથે વધી રહેલ - મુમુક્ષુ પુણ્યાત્માઓને સાપેક્ષ રીતે ઉપયોગી થનાર વિવિધ સાહિત્યના સજન–સંકલનમાં કર્યો છે.
તેવા ગ્રંથરત્ને વર્તમાન જૈન સંઘને અણમોલ વારસો છે.
ઝવેરાત કરતાં વધુ મૂલ્યાંકનની દૃષ્ટિથી તન-મન-ધનથી આ વારસાને સાચવી રાખવાની શ્રીસંઘની પવિત્ર ફરજ છે.