________________
નવાંગી ટીકાનું આ મહા-ભગીરથ કાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ શાસનદેવીની સપ્રેરણું–સહાયથી પૂર્ણ કરેલ.
આ ઉપરાંત તેઓશ્રીએ બનાવેલ પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજીના પંચાશકની ટીકાઓ, શ્રી જિનભદ્રગણુંકૃત શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ઉપરની ટીકા વગેરે મહત્વપૂર્ણ કૃતિઓ જૈન શાસનને અણમોલ વાર ગણાય છે. - આ સૂરિજીને જન્મ ધારાપુરી નગરીમાં થયેલ હતું. તેઓશ્રીના પિતાજીનું નામ મહીધર અને માતાનું નામ ધનદેવી હતું.
સેળ વર્ષની વયે શ્રી જિનેશ્વરદેવસૂરિજી મહારાજ પાસે તેઓશ્રીએ સંયમને સ્વીકાર કરી જીવન શાસનને સમર્પિત કર્યું.
પૂર્વ–કમગે તેઓશ્રીને કઢગ થયેલ, છતાં પ્રભુશાસનની અપૂર્વ સમજણના કારણે સંયમની મર્યાદાઓને ખૂબ ચિકકસ રીતે વળગી રહી ભયંકર માંદગીમાં પણ સમભાવે ભેગવી લેવા રૂપે કાંઈપણ ચિકિત્સા કે ઉપચાર ન કરવાને દઢ આગ્રહ તેઓશ્રીએ જાળવી રાખેલ.
છેવટે અનશન દ્વારા શરીરનો ત્યાગ કરી દેવાની હિંમત કેળવેલ, પણ ઔષધનું સેવન મનથી પણ ઈચ્છયું ન હતું.
આવી ધીરતા અને સંયમની દઢતાથી આકર્ષાએલ શાસનદેવીએ સ્વપ્નમાં રોગ–નિવારણ તરીકે શાસનની પ્રભાવના વધારનારું સૂચન કર્યું કે
શેઢી નદીને કાંઠે આવેલ થામણું ગામ નજીક ખાખરાના ઝાડ નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલવણી પ્રતિમાજી છે, કે જેને સહારે પ્રાચીનકાળમાં શ્રી નાગાર્જુન યોગીએ રસસિદ્ધિ કરવામાં લીધું હતું, તે પ્રતિમાજીને આપ જઈને પ્રગટ કરે, તેના અભિષેકના હવણુ જળથી આપને કેદાગ નષ્ટ થઈ જશે.”
શાસનદેવીના સૂચનથી સૂરિજી ત્યાં પધાર્યા “જયતિહુઅણુ” નામનું બત્રીસ ગાથાનું તેત્ર બનાવી સ્તુતિ કરતાં પ્રતિમાજી પ્રગટ થયાં, આ પ્રતિમાજી હાલ ખંભાતમાં સ્થાન પાશ્વનાથ નામે સુપ્રતિષ્ઠિત છે.
આવા શાસન–પ્રભાવક સૂરિજી જ્યારે કપડવંજ શહેર શાહને આરે મહેરનદીના સામા કાંઠે વસેલું હતું, તે સમયે આજે જ્યાં કપડવંજમાં વિશા નીમા જૈન પંચન ઉપાશ્રય છે, તે સ્થળ ગીચ ઝાડીવાળું હોઈ ત્યાં આવી ધ્યાનસ્થ બની કાઉસગ્ન કરતા હતા.