________________
તેના ઉપર બેઠી દેવમૂર્તિઓની ઘાટિકા દશ્યમાન થાય છે.
તેની ઉપર ટેકીના નીચલા ભાગ સાથે જોડેલી ચારે દિશાની અપ્સરા કે ગાંધેવીઓની મૃતિઓની નીચલી ચાર બેઠકે દેખાય છે.
તેના ઉપર તીતરપક્ષીઓની હરોળ, તેના ઉપર હીરાકણીનું શિલ્પ અને તેના ઉપર અશોક પત્રથી સુશોભિત સ્થભની ટેકીનું મથાળું આવેલ છે.
તેના ઉપરથી થંભનો આકાર વર્તુળાકાર બની જાય છે, આ વર્તુળાકારના અંદરના ભાગેથી તરણની ગાળ કમાન (તેરણિયું) શરૂ થાય છે, અને બહારની ત્રણે દિશાની મૂર્તિઓ દેખાય છે, પછી તેના ઉપર પાટ અને છેલ્લે પાંચ ઇલિકાલવણ, બે તિલક અને બે મકર મુખેથી શોભતું તેરણનું ઉપલું મથાળું દેખાય છે”.
ગુજરાતની તરણ સૃષ્ટિમાં કપડવંજનું તોરણ આગલી હરોળમાં મૂકાય.
જે આ તરણમાં ગેરૂઆ રંગની ઝાંયવાળો દૂષિત ખારો પત્થર વપરાયે ન હોત તે આ તેરણને હવા અને વરસાદે નુકશાન કર્યું હતું,
કપવંજના કુલ નવ દેરાસરમાંથી કેટલાંક દહેરાસરમાં સેલંકીયુગની જૈન મૂર્તિઓ જોવા મળે છે.
સિંધબાઈ માતા, વારાહી માતા વગેરેનાં મંદિરમાં તથા નગીના મસ્જિદમાં સેલંકીયુગના અવશેષ દેખાય છે.
કપડવંજની બત્રીસ કેઠાની વાવ પણ ગુજરાતની પુરાણી વાવમાંની એક ગણાય કુંડવાવ નજીક આવેલ નીલકંઠ મહાદેવમાંનું માનુષી શિવલિંગ સોલંકી કાળના મધ્ય ભાગ જેટલું પુરાણું હોવાનો સંભવ છે.
તદુપરાંત આ નગરીમાં કેટલાયે અવશે જાણે-અજાણે ખૂણે પડ્યા હશે, તે બધા કપડવંજની પ્રાચીન ગૌરવગાથા મૂકપણે વદી રહ્યા છે.
૧. ગુજરપતિ સિદ્ધરાજ જયસિંહે ભવ્ય કલાત્મક તોરણવાળી કુંડવાવ બંધાવી તે વખતે નમૂનેદાર શિ૯૫વાળી બત્રીશ કેઠાવાળી વાવ બંધાવ્યાની નોંધ ઈતિહાસમાં છે.
આજે તો કાળચક્રના પરિવર્તનના આધારે આ વાવ બિસ્માર (વેરાન હાલતમાં છે, હાલમાં એકજ કે જોવા મળે છે. કે જેને વિસ્તાર હાલની પીપલા ખડકી સુધી હોય તેમ લાગે છે, બાકીનું એકત્રીશ કોઠા કાળના ઝપાટામાં અસ્ત-વ્યસ્ત થવા પામ્યા છે.
આજના સંશોધકોના અભિપ્રાય મુજબ બત્રીશ કોઠાને વિસ્તાર મોરેશ્વરી માતાજીના મંદિરથી સળંગ નાની વહેવાડ ની ખડકી સુધી હોય તેમ જણાય છે, કેમકે ત્યાં સુધીની બધી દુકાને એક સરખા પગથાર પર હોય તેમ દેખાય છે...