________________
પરિચછેદ.
સત્કાર અધિકાર
વાંસે ઉદર ઉઘાડાં ન રાખીએ, ઉંચે ઘાટે ન કરિયે ઉચ્ચાર, અદબ૦ છેડે વસ્ત્રને મુખ આડો રાખીએ, આવે બગાસું કે ઓડકાર. અદબ૦ ૫ સભામાં બહુ સંભાળી બેસીએ, જે આપણે હાય અધિકાર; અદબ૦ મોટા જનને ઉઠી માગ આપીએ, નીતિશાસ્ત્રને એ છે આધાર. અદબ૦ ૬ કઈ ધનના, વિદ્યાના, કે અમલના, અધિકારથી મોટા મનાય; અદબ૦ તેની માન મરજાદા ન તેડીએ, તેડયે જરૂર બેઅદબી જણાય. અદબ૦ ૭ પૂછે મત તે પોતે મત આપીએ, અતિ આગ્રહમાં નથી સ્વાદ; અદબ૦ માને નહિ તે ત્યાં ચુપ રહી બેસીએ, વડા સાથે ન વદિયે વિવાદ. અદબ૦ ૮ કેઈન કરમાંથી ચીઠી કે ચાપડી, ખેંચી લઈએ ન વાંચવા કામ, અદબ૦ લેવી હોય તે માગીને લીજીએ, આપે તે લઈ કરિએ સલામ. અદબ૦ ૯ કેઈને ટુંકારે કદિ ન લાવીએ, હોય દીન કે ઘરકે દાસ; અદબ૦ ઘરમાં નાનાં મોટાં સઉ માણસે, એમ કરે અદબને અભ્યાસ. અદબ૦ ૧૦ “ફરમાવો, “બીરાજે” “જન કરે, એવા અદબના શબ્દ અનેક અદબ૦ સારાં માણસે તે શીખી રાખવા, વળી શીખવો વચન વિવેક. અદબ૦, ૧૧ હશીએ નહિ ખડખડતે મુખે, કોઈ સાથે ન લડિયે લડાઈ અદઈ કઈ કડવાં વચન કહે ક્રોધથી, સુણ ચુપ રહીએ શરમાઈ. અદબ૦ ૧૨ મમ વચનનાં બાણ જે મારવાં, કહીયે નાદાન જનનું તે કામ, અદબ૦ ક્ષમા રાખે તે તો હું માનવી, તેને લેક વખાણે તમામ. અદબ૦ ૧૩
મૂર્ખતા કહો કે અવિવેક કહે છે જ્યાં સુધી આપણે જાણી શક્તા નથી ત્યાં સુધી ખરા વિવેકનું આપણને ભાન થતું નથી. માટે અવિવેકનું ભાન થવાથી શુદ્ધ વિવેક જણાઈ આવે છે. જેમકે આપણે કાંકરાને ઓળખી શક્તા નથી ત્યાં સુધી ઘઉંથી તેને દૂર કરી શુદ્ધ ઘઉં સંઘરી શકતા નથી. તેમ અવિવેકવાળાં વર્તનને દૂર કરી શક્તા નથી અને વિવેકશૂન્ય ને વિવેકયુક્ત વર્તનને ગ્રહણ કરી શકતા નથી, માટે તે ઓળખવા ખાતર હવે આ સત્કાર અધિકારની સમાપ્તિ કરવામાં આવે છે.